Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
સંભળાય છે–તે અદ્ભુત છે. ગુરુદેવનો શીતળ વડલો દિનેદિને વધુ વિસ્તરતો જાય છે.
આવા શીતળધામમાં, પૂ. બેનશ્રીબેનની મધુરી છાયામાં વસતા કુમારિકા બ્ર. બહેનો
પ્રત્યે ધાર્મિક વાત્સલ્યનો પ્રમોદ આવતાં, આફ્રિકાથી એક જિજ્ઞાસુ ભાઈએ દરેક
બહેનોને રૂા. ૧૦૧) (૨૭ બહેનો માટે રૂા. ૨૭૨૭) ભેટ મોકલ્યા હતા. સાથે સંદેશ
હતો કે ‘ધન્ય છે તે બહેનોના જીવનને......દરેક આત્માર્થી જીવે તે જીવનનો ધડો લેવા
જેવું છે.’ આફ્રિકાના ઉત્સાહી ભાઈઓ તરફથી સં. ૨૦૧૬ ના કા. સુદ ૮ ના રોજ બે
પત્રો આવ્યા; એકમાં જામનગરમાં જિનમંદિર બંધાવવા માટે રૂા. ૬૫૦૦૦) મોકલવાનું
જણાવ્યું હતું, ને બીજામાં રૂા. ૫૧૦૦૦) મોકલવાનું જણાવ્યું હતું. જામનગરના
જિનમંદિર માટે અત્યંત અલ્પ સમયમાં દોઢ લાખ ઉપરાંત ફંડ થઈ ગયું હતું.
૨૦૧૬ ના પોષમાસમાં ફરીને ગુરુદેવનો વિહાર સૌરાષ્ટ્ર વડીયા, જેતપુર ને
ગોંડલના દિ. જિનમંદિરોમાં પ્રતિષ્ઠા નિમિત્તે થયો. ત્રણે ગામમાં દિ. જિનમંદિરોમાં ભવ્ય
પ્રતિષ્ઠા–મહોત્સવ ઉજવાયા. ફા. સુદ ૧૨ ના રોજ રાજકોટ–જિનમંદિરનો દસવર્ષીય
ઉત્સવ ઉજવાયો.
ઉમરાળામાં જન્મોત્સવ (સં. ૨૦૧૬)
ગુરુદેવનો ૭૧ મો જન્મોત્સવ જન્મનગરીમાં–ને જ્યાં જન્મ થયો તે જન્મધામમાં જ
ઉજવાયો હતો..... ૭૦ વર્ષ પહેલાં જ્યાં માતા ઉજમબાએ કુંવર કહાનને લાડ લડાવ્યા–
જમાડ્યા–રમાડ્યા, એ જ સ્થાનમાં આજે ભારતભરનાં ભક્તો ઉજમબાને યાદ કરી કરીને
ભક્તિથી ગુરુ કહાનને અભિનંદતા હતાં. અહા, અદ્ભુત હતા એ ભક્તિના દ્રશ્યો! ને
અનેરા હતા એ ધર્મમાતાઓનાં વાત્સલ્ય!! ‘માતા આશીર્વાદ આપે છે’ એવું દ્રશ્ય જ્યારે
‘પૂ. માતાજીએ’ ભક્તિ દ્વારા વાત્સલ્યભાવથી દર્શાવ્યું તે સર્વોત્તમ દ્રશ્ય, એ પવિત્ર
વાત્સલ્યનું ઝરણુ્રં–મુમુક્ષુજનો જીવનભર નહિ ભૂલે. માતા આશીર્વાદ આપે છે–બેટા, તું
ધર્મનો રંગી થજે ને આત્માનો પ્રભાવી થજે. વૈશાખ સુદ બીજે જન્મવધાઈ લઈને
ભારતના ભક્તો આવ્યા ને ઉજમબાના આંગણે પ૦૦ શ્રીફળનો ને રૂપિયાનો ઢગલો થઈ
ગયો. આજે ગુરુદેવ પણ ખુશખુશાલ હતા....ગામ–પરગામના જેટલા બાળકો દર્શન કરવા
આવે તે દરેકને પ્રેમથી સ્વહસ્તે જૈનબાળપોથી તથા આત્મસિદ્ધિ તેઓ આપતા, ને ગુરુદેવ
પાસેથી એમના ‘બેસતા વર્ષની બોણી મળતાં સૌ આનંદિત થતા. જન્મધામમાં ભક્તિ પણ
અદ્ભુત આનંદકારી થઈ હતી. ખરેખર ઉમરાળા આજે ફરીને ધન્ય બન્યું હતું.