: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
વિધાન, કોઈવાર અઢીદ્વીપવિધાન તેરહદ્વીપવિધાન કે ત્રિલોકમંડલવિધાન, તો કોઈવાર
સિદ્ધચક્રવિધાન કે પંચપરમેષ્ઠીવિધાન, કોઈવાર જિનેન્દ્રપ્રભુના મહાઅભિષેક તો
કોઈવાર રથયાત્રા, કોઈવાર મુનિવરોની અવનવી ભક્તિ તો કોઈવાર
જિનવાણીમાતાની સેવાના વિધવિધ પ્રસંગો–આમ દેવ–ગુરુ શાસ્ત્રની સેવનામાં
અનુરક્ત મુમુક્ષુનું ચિત્ત સંસારની અનેકવિધ અટપટી માયાજાળોને ભૂલી જાય છે;
સંતચરણમાં ચૈતન્યને સાધવાની ધૂનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાના પ્રસંગો પ્રત્યે તેનું
વિશેષ લક્ષ જતું નથી. મુમુક્ષુનું આવું સુંદર જીવનઘડતર ગુરુદેવની છાયામાં થાય છે.
ખરેખર, ગુરુદેવની છાયામાં જીવન એ એક અનેરું જીવન છે.
સં. ૨૦૧૮ના માગશર માસમાં ગુરુદેવની જમણી આંખનો મોતિયો
સફળતાપૂર્વક ઊતર્યો; પૂરતા આરામ બાદ અઢી મહિને જ્યારે ફરીને ગુરુદેવનાં પ્રવચનો
શરૂ થયાં ત્યારે ભારતભરના જિજ્ઞાસુઓએ આનંદિત થઈને સન્દેશ દ્વારા ખુશાલી વ્યક્ત
કરી હતી; અને આ પ્રસંગે શ્રીમાન દીપચંદજી શેઠિયા વગેરે મુમુક્ષુઓ તરફથી ખુશાલી
સાથે જ્ઞાનપ્રચાર માટે કુલ રૂા. ૨પ, ૦૦૦ જેટલી રકમો જાહેર કરવામાં આવી હતી.
ભક્તિ વગેરે પ્રસંગોથી એ દિવસ મોટા હષોત્સવરૂપે ઉજવાયો હતો.
માનસ્તંભનો મહાઅભિષેક
સં. ૨૦૧૮ ના ચૈત્ર માસમાં માનસ્તંભના મહાન પ્રતિષ્ઠામહોત્સવની દસમી
વર્ષગાંઠ હતી, તે નિમિત્તે મંચ બાંધીને માનસ્તંભના દસવર્ષીયમહાઅભિષેકનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના એ દિવસો યાદગાર બની રહ્યા છે. બાર વર્ષે
થતા બાહુબલીનાથના મહામસ્તકાભિષેક જેવો આ અભિષેક શોભતો હતો, ને આ રીતે
દરેક દસ વર્ષે (કે પાંચ વર્ષે) આવો અભિષેક થાય–એમ ભક્તો ભાવના ભાવતા હતા.
મંચ ઉપર ગુરુદેવે ભક્તિભાવથી સીમંધરનાથનું પૂજન કરીને સુવર્ણકળશથી
મહાઅભિષેકનો મંગલ પ્રારંભ કર્યો હતો..... માનસ્તંભ–મહોત્સવનાં મધુર સંભારણાં એ
વખતે તાજાં થતાં હતાં. હજારો યાત્રિકો હોંસેહોંસે મંચદ્વારા ઉપર જઈને માનસ્તંભની
આનંદકારી યાત્રા કરતા હતા, ને ભક્તિભાવથી પૂજન કરતા. ગુરુદેવ ઘણીવાર મંચ
ઉપર જઈને સીમંધરનાથ પાસે બેસતા, ને વિધવિધ ભાવનાઓ સાથે ભક્તિ
ગવડાવતા. કોઈ કોઈવાર પૂ. બેનશ્રીબેન પણ અદ્ભુત ભક્તિ તથા પૂજન કરાવતાં.
ચૈત્ર સુદ ૧૩ નો પવિત્ર દિવસ પણ વિશેષ આનંદોલ્લાસથી ઉજવાયો હતો.