Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 80

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
માનસ્તંભના પ્રતિષ્ઠા મહોત્સવની ફિલ્મદ્વારા એ વખતના પાવન પ્રસંગો ફરીફરીને
નિહાળતાં સૌને ઘણો હર્ષ થતો હતો.
ત્યારબાદ તુરત મુંબઈ–દાદરમાં શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરીના હસ્તે
જિનમંદિરનું (જેમાં સમવસરણની પણ રચના છે તેનું) શિલાન્યાસ થયું. આ પ્રસંગે
મુંબઈના મુમુક્ષુઓને ઘણો જ આનંદ હતો. આ જ અરસામાં જોરાવરનગર તથા
દહેગાંવમાં પણ દિ. જિનમંદિરના શિલાન્યાસ થયા. આ વર્ષે ગુરુદેવનો વૈશાખ સુદ
બીજનો (૭૩મો) જન્મોત્સવ રાજકોટ શહેરમાં ઉજવાયો હતો. અનેક શહેરના
જૈનસમાજ હવે સોનગઢની–ગુરુદેવની–ઉપદેશશૈલીને અનુસરવા લાગ્યા છે, ગુરુદેવની
અધ્યાત્મરસઝરતી વીતરાગતાપ્રેરક આત્મપ્રધાન ઉપદેશશૈલી પાસે બીજા ઉપદેશ તેમને
નીરસ જેવા લાગે છે. એટલે પર્યુષણ જેવા વિશેષ તહેવારોમાં સોનગઢથી કોઈ ભાઈને
વાંચન માટે બોલાવે છે. આ પ્રકારની માગણી વધુ ને વધુ ગામોથી આવતી જાય છે.
સોનગઢની અધ્યાત્મશૈલીથી સૌ પ્રભાવિત થાય છે.
સૌરાષ્ટ્ર–ગુજરાતને મધ્યપ્રદેશમાં વિહાર
લાઠી શહેરમાં જન્મોત્સવ; ભોપાલ શહેરમાં પ્રતિષ્ઠા–મહોત્સવ
સં. ૨૦૧૯માં ફાગણ માસમાં ફરીને ગુરુદેવનો મંગલવિહાર સૌરાષ્ટ્ર–ગુજરાત
અને મધ્યપ્રદેશમાં થયો. તે દરમિયાન લાઠી શહેરમાં ગુરુદેવનો ૭૪મો જન્મોત્સવ અતિ
ઉત્સાહપૂર્વક ઉજવાયો. લાઠીમાં આ જન્મોત્સવ વખતે ગુરુદેવના સ્વાગતજુલૂસમાં
ચાલતાં ચાલતાં મુંબઈના પ્રમુખશ્રી અને મંત્રી વગેરે સાથે, આગામી જન્મોત્સવ (હીરક
મહોત્સવ) મુંબઈમાં ઉજવાય તે વખતના ઉલ્લાસની વાતચીત થઈ તથા તે પ્રસંગે
અભિનંદનગ્રંથ બહાર પાડવાની આ લેખકની ભાવના તેમની પાસે રજુ કરી....એ
મહાન કાર્ય મુંબઈના ઉત્સાહી મંડળથી જ થઈ શકે તેમ હતું; આ બધી વાતચીતથી તે
જન્મોત્સવના સરઘસમાં જ હીરકજયંતી–અભિનંદનગ્રંથના પાયા રોપાયા. લાઠીમાં એ
જન્મોત્સવ બહુ ઉત્સાહથી ઉજવાયો હતો, જિનમંદિરના નવા શિખરની પ્રતિષ્ઠાનો
ઉત્સવ પણ સાથે જ હતો.
ત્યારબાદ વૈશાખમાં જોરાવરનગરમાં (રૂા. ૬પ, ૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા)
નવા દિ. જિનમંદિરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ થયો. જોરાવરનગર
જેવા નાના ગામમાં પણ આવો મોટો મહોત્સવ ગુરુદેવના પ્રતાપથી ઉજવાયો, એ