: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
કુંદના વારસ કહાન ગુરુજી વરતાવે જયજયકાર
(તા. ૧૪–૩–પ૯ ના રોજ પોન્નૂરપહાડની તળેટીનું આ દ્રશ્ય છે)
પોન્નૂર એટલે કુંદકુંદપ્રભુનો દેશ.....તે એમની વિહારભૂમિ, તે એમની
તપોભૂમિ.....બે હજાર વર્ષ બાદ એ ગુરુભૂમિમાં કહાનશિષ્ય વિચર્યા....ને ત્યાંની
જનતાએ અતિશય પ્રેમપૂર્વક તેમનું સન્માન કર્યું. જેવું સન્માન બે હજાર વર્ષ પહેલાંના
નાગરિકો કુંદકુંદસ્વામીનું કરતા હશે તેવું સન્માન આજે તે દેશના નાગરિકોએ તેમના
શિષ્યનું કર્યું. કુંદકુંદધામ પોન્નૂરતીર્થની અપૂર્વ યાત્રા બાદ તામિલપ્રાંતની જનતા તરફથી
વંચાઈ રહેલા અભિનંદનપત્રમાં લખ્યું છે કે–
‘પધારો......પધારો.....પધારો! શ્રી કુંદકુંદાચાર્ય જેવા જૈન ધર્મના સ્તંભભૂત
આચાર્યવરોએ જન્મ લઈને પવિત્ર કરેલા અમારા તામિલ પ્રાંતમાં પધારેલા આપનું
શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરીએ છીએ.’
“આપે શ્રી કુંદકુંદાચાર્યના સમયસાર તત્ત્વગ્રંથ વડે નવો વિકાસ, નવી પ્રતિભા,
નવી સ્થિતિ વગેરે પ્રાપ્ત કર્યાં છે. આપે ભગવાન ઋષભદેવના સદ્ધર્મની સાચી વસ્તુ જે
સમયસાર છે તેના ઊંડાણમાં (હાર્દમાં) પહોંચીને તેનાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. અને
આપે પોતે પ્રાપ્ત કરેલા સમ્યગ્જ્ઞાનનો આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છો. આપની
પ્રતિભા અને પ્રવચનશૈલિથી હજારો લોકો સાચા માર્ગ પર આરૂઢ થઈને સમ્યગ્જ્ઞાની
બની રહ્યા છે. આપના આ ચમત્કાર યુક્ત કાર્યને દેખીને દુનિયા ચકિત બની રહી છે.’