Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
અધ્યાત્મસંત શ્રી કાનજીસ્વામી
સંક્ષિપ્ત જીવનપરિચય ભાગ–૩
(રત્નચિંતામણી જયંતી પ્રસંગે) (લે. બ્ર. હરિલાલ જૈન)
પૂજ્ય શ્રી કહાનગુરુદેવના જીવનનું અવલોકન
કરતાં કરતાં સં. ૨૦૨૦ ના વૈશાખમાં આપણે મુંબઈ સુધી
આવ્યા છીએ. મુંબઈના હીરકમહોત્સવ (૭પ મી જયંતી)
થી માંડીને ૨૦૨પ ના આ રત્નચિંતામણિ મહોત્સવ (૮૦
મી જયંતી) સુધીના પાંચ વર્ષમાં થયેલ પ્રભાવનાનું
વિહંગાવલોકન હવે આપણે કરીશું. અહા, ગુરુદેવના
જીવનનું અવલોકન કરતાં આપણે એક તીર્થંકરના જ
પૂર્વજીવનનું અવલોકન કરી રહ્યા છીએ.....ને હૃદયમાં
અપાર ઊર્મિઓ ઉલ્લસે છે. સમ્યક્ત્વરત્નના દાતાર એવા
આ રત્નચિંતામણિ સમાન ગુરુદેવના રત્નચિંતામણિ–
જયંતીમહોત્સવે જગતમાં રત્નત્રયમાર્ગની અનેરી
પ્રભાવના કરી છે.
સં. ૨૦૨૦ માં મુંબઈની હીરકજયંતી પહેલાં ગુરુદેવે દક્ષિણદેશના તીર્થધામોની
અત્યંત ભાવભીની યાત્રા કરી......તે વખતે બાહુબલી ભગવાનની ચેતનવંતી મુદ્રા જોઈ
જોઈને, તેમ જ કુંદકુંદ પ્રભુજીના ચરણોને ભેટી ભેટીને જે ઊર્મિઓ ઉલ્લસી તે કોઈ
અદ્ભુત હતી; જે કુંદકુંદ પ્રભુને વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ જોયેલા તે જ કુંદકુદસ્વામીને જાણે
અહીં સાક્ષાત્ નિહાળતા હોય એવી લાગણીઓ ઊભરાતી હતી. ઘણીવાર ગુરુદેવ કહે છે
કે ‘અહા! એ વખતના ભાવો અદ્ભુત હતા! જે સાથે આવ્યા હશે તેમણે તે જોયા હશે.’
પોન્નૂર ઉપર બેઠા બેઠા ગુરુદેવે એમ હસ્તાક્ષર લખી આપ્યા કે ‘શ્રી સીમંધર
ભગવાનના દરશન કરનાર ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય આદિ નમોનમ:’
શ્રવણબેલગોલમાં બાહુબલી ભગવાનના દર્શન વખતે પણ ગુરુદેવ–સ્તબ્ધ થઈ
જતા. એ વીતરાગી ઢીમના દર્શને શાંતિની ને હર્ષથી એટલી બધી ઊર્મિઓ જાગતી કે
ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી શકતી ન હતી. ‘શ્રી બાહુબલી ભગવાનનો