: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
મુંબઈ–દાદરમાં જૈન ભાઈઓ માટે એક કહાનનગર સોસાયટી બંધાયેલી, ને
તેમાં ચાર–પાંચ લાખ રૂા. ના ખર્ચે મહાવીરભગવાનનું ભવ્ય જિનમંદિર તથા સીમંધર
ભગવાનનું સુંદર સમવસરણ રચાયેલ, જે એક દર્શનીય વસ્તુ છે. તેમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા માટેનો મહાન પંચકલ્યાણક ઉત્સવ મુંબઈનગરીમાં
આઝાદમેદાનમાં, –‘મહાવીરનગર’ માં સં. ૨૦૨૦ ના વૈશાખ સુદ એકમથી શરૂ થયો.
બીજે જ દિવસે વૈશાખ સુદ બીજ આવી ને કહાનજન્મની મંગલવધાઈ લાવી. ગુરુદેવનો
૭પ મો જન્મોત્સવ ‘હીરકજયંતી મહોત્સવ’ તરીકે મુંબઈમાં અતિ ઉલ્લાસપૂર્વક
ઉજવાયો. દેશભરમાંથી આવેલા હજારો ભક્તોએ ઉમંગથી એ ઉત્સવમાં ભાગ લીધો.
મંડપ આજે અનેરા આકર્ષણોથી શોભતો હતો....ને મંડપમાં ગુરુદેવ જૈનશાસનના
હીરાની માફક ઝળકતા હતા. વહેલી સવારમાં હજારો ભક્તજનો જન્મની મંગલવધાઈ
ગાતાં ગાતાં જિનમંદિરેથી મંડપમાં આવી પહોંચ્યા.... ચારેકોર મંગલવધાઈ નાદથી ને
વાજિંત્રોથી મંડપ ગૂંજી ઊઠ્યો, ને પ્રકાશથી ઝગમગી ઊઠ્યો....આનંદપૂર્વક સૌએ
ગુરુદેવના દર્શન કર્યા. મંગલ વધાઈનાં હજારો નાળિયેરનો ઢગલો નાનકડા ડુંગરા જેવો
દેખાતો હતો. તીર્થયાત્રાના પ્રદર્શન યોજાયા.....ને ભક્તોએ આનંદભર્યા પ્રવચનો દ્વારા
ગુરુનાં ગુણગાન કર્યા...હજારો ભક્તોએ ૭પ ના મેળવાળી રકમોનું ફંડ જાહેર કર્યું,
દેશોદેશથી સેંકડો અભિનંદન સંદેશાઓ આવ્યા. પણ ગુરુદેવે તો એ બધાથી અલિપ્તપણે
અધ્યાત્મસંદેશ સંભળાવીને જન્મરહિત થવાનો માર્ગ બતાવ્યો....ભક્તિ અને
આનંદપૂર્વક આખોય દિવસ એવું અનેરું વાતાવરણ છવાઈ રહ્યું હતું–જાણે કે મોહમયી
મુંબઈનગરીમાં નહિ પણ વિદેહની કોઈ ધર્મનગરીમાં હોઈએ, ને કલ્યાણકો નજરે
નીહાળતા હોઈએ.
બીજે દિવસે (વૈશાખ સુદ ત્રીજે) જન્મજયંતી નિમિત્તે ભારતભરના મુમુક્ષુઓ દ્વારા
ગુરુદેવનું પરમબહુમાન વ્યક્ત કરતો હીરકજયંતીનો મહાન અભિનંદનગ્રંથ ગુરુદેવને
અર્પણ કરવાનો ખાસ કાર્યક્રમ હતો. ૮૦૦ પાનાનો હીરલે મઢેલો એ અભિનંદનગ્રંથ
રાષ્ટ્રના પ્રધાન શ્રી લાલબહાદુરજી શાસ્ત્રીના હસ્તે ગુરુદેવને અર્પણ કરવાનો હતો. શ્રી
ઉછરંગરાયભાઈ ઢેબરના અધ્યક્ષપદે દસ–પંદર હજાર માણસોની સભા શાસ્ત્રીજીના
આગમનની આતુરતાથી રાહ જોતી હતી. છેલ્લી ઘડી સુધી શાસ્ત્રજી આવશે કે નહિ એની
ચિંતા સેવાતી હતી; ત્યાં તો ‘ભારતના એ ભાવિ વડાપ્રધાન’ ઉમંગભેર પોતાના જીવનનો
એક સુંદર લહાવો લેવા અને ભાવિ તીર્થનાયકને અભિનંદવા આવી પહોંચ્યા; સભા
હર્ષાનંદથી ગાજી ઊઠી. અને શાસ્ત્રીજીએ ૮૦૦ પાનાંનો હીરલે