: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
ગાથાઓનું વિવેચન સાંભળ્યું; ભેદજ્ઞાનની રીત સાંભળી....દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ
આત્માનું સ્વરૂપ સાંભળ્યું; રાગાદિ પરભાવોના કર્તૃત્વ વગરનો જ્ઞાનસ્વભાવ
સાંભળ્યો....જે સાંભળતાં ને સમજતાં આનંદ થાય એવા અપૂર્વ ભેદજ્ઞાનની વાત
ગુરુદેવે મુંબઈ નગરીમાં સંભળાવી.
લોકોને આશ્ચર્ય થતું–અરે! મોહમયી મુંબઈનગરીમાં આવી વાત! હા ભાઈ!
આત્મા ક્યાં મોહમય છે? આત્મા તો જ્ઞાનમય છે. મુંબઈમાં હો કે સોનગઢમાં હો,
વિદેહમાં હો કે ભારતમાં હો, અમારે તો આ જ્ઞાનસ્વરૂપ આત્મા જ બતાવવાનો છે. ને
એ જ્ઞાનસ્વરૂપની સમજણ વડે જ જીવનું કલ્યાણ છે. વાહ! ધન્ય બની મુંબઈનગરી!
અધ્યાત્મપ્રધાન ભારતદેશની અલબેલી નગરીનું ગૌરવ આજ સફળ બન્યું. અધ્યાત્મની
આવી વાત સાંભળવાનો સુઅવસર જીવોને મહા ભાગ્યથી મળે છે. આત્મામાં એનું લક્ષ
કરતાં અપૂર્વ કલ્યાણ થાય છે, ને એનું બહુમાન કરતાં પણ લોકોત્તર પુણ્ય બંધાય છે.
ગુરુદેવના હૃદયમાં અને વાણીમાં સદાય એનું જ ઝરણું વહી રહ્યું છે. એ ઝરણાંના મધુર
વીતરાગી રસનો સ્વાદ ચાખનાર જીવ સંસારના રસ વગરનો ‘અરસ’ થઈને અમર
પદને પામે છે.