જૈનસાહિત્યના એક કિંમતી આભૂષણ જેવો શોભી રહ્યો છે. શાસ્ત્રીજી દ્વારા અણધાર્યા
આવી પહોંચીને ગુરુદેવને આ ગ્રંથના અર્પણનો યાદગાર પ્રસંગ ગુરુદેવના વિશિષ્ટ
પુણ્યપ્રભાવને પ્રસિદ્ધ કરે છે. ગુરુદેવની ચરણ છાયામાં આ બાળકે દશ–દશ વર્ષથી જે
ગં્રથની ભાવના ભાવી હતી તે ગ્રંથ અંતે આ હીરકજયંતીપ્રસંગે સર્વાંગ સુંદર સ્વરૂપે
પ્રકાશીત થયો ને મારી તે ભાવના પૂરી થઈ.
મુંબઈનગરીને મુંબઈ મટાડીને કાશી (વારાણસી) બનાવી દીધી હતી. અમે મુંબઈમાં નહિ
પણ પારસનાથના બનારસમાં બેઠા છીએ–એવી લાગણી પ્રેક્ષકો અનુભવતા હતા. ઉત્સવમાં
ભાગ લેવા બહારગામોથી પાંચ હજાર જેટલા ભક્તો આવ્યા હતા. આ ઉત્સવનિમિત્તે
મુંબઈમાં મહાન ધાર્મિક જાગૃતિ આવી ગઈ, તેની સાથે આસપાસના પરાંના ગામો પણ
જાગ્યા ને ઘાટકોપર, બોરીવલી, મલાડ, દાદર, ખાર, ગોરેગાંવ, કાંદીવલી, દહીસર વગેરેમાં
પણ મુમુક્ષુમંડળની વિશેષ પ્રવૃત્તિઓ શરૂ થઈ. મુંબઈના આ મહાન ઉત્સવોએ આખા
ભારતનું લક્ષ મુંબઈ તરફ અને ગુરુદેવ તરફ આકર્ષ્યું.
પર જન્માભિષેક–એ રીતે ચોથા કાળમાં બનેલા એ પાવનપ્રસંગો આ પંચમકાળે
મુંબઈમાં દેખીને મુમુક્ષુઓ પોતાને ધન્ય સમજતા; અને સહેજે અનુમાન પણ થઈ શકતું
કે જેમના પ્રતાપે આવા પંચકલ્યાણકો વારંવાર ઉજવાય છે તે મહાત્મા પોતે પણ
પંચકલ્યાણક સાથે સીધો સંબંધ ધરાવનારા છે. પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણકની સવારી
કોઈ અનેરી હતી. જ્યાં માણસનેય ચાલવાની મુશ્કેલી એવા મુંબઈના રસ્તા પર હાથીની
સવારી, ને સાથે સાત સૂંઢવાળો ઐરાવત, એ દ્રશ્યો જોવા સાત સાત માળના મકાનો
પણ ઊભરાઈ પડ્યા હતા. પછી પાર્શ્વપ્રભુની દીક્ષાનાં વૈરાગ્યદ્રશ્યો, મુનિરાજને
આહારદાન, અનેક ઉપસર્ગો છતાં ધૈર્યપૂર્વકની ક્ષમા, –એ બધાય દ્રશ્યો વીતરાગશાસન
પ્રત્યે અને મુનિવરો પ્રત્યે પરમ ભક્તિ જગાડતા હતા. ગુરુદેવ પરમભક્તિથી મંત્રાક્ષર
વડે અંકન્યાસવિધિ કરતા ત્યારે સાધ્ય અને સાધકની કેવી એકતા છે–એ દેખીને મુમુક્ષુને
અદ્વૈતભક્તિરૂપ નિર્વિકલ્પ સાધનાનું સ્મરણ થતું હતું. પછી