: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
કેવળજ્ઞાન અને મોક્ષ વખતે પણ, સમવસરણની અને સમ્મેદાચલ–મોક્ષધામની
નયનમનોહર રચનાઓ દેખીને પ્રસન્નતા થતી હતી.
અને પછી વૈશાખ સુદ અગિયારસે જ્યારે પ્રતિષ્ઠિત થયેલા જિન ભગવંતો દાદર
મુકામે જિનાલયમાં તથા સમવસરણમાં પધાર્યા. ને ગુરુદેવે ભક્તિપૂર્વક વેદીપ્રતિષ્ઠા કરી
ત્યારે પ્રભુજીના દર્શનથી હજારો ભક્તોને અપાર આનંદ થયો. ગુરુદેવ વગેરેનું પૂર્વજીવન
જેની સાથે સંકળાયેલું છે એવું વિદેહીનાથનું સમવસરણ આ ભરતક્ષેત્રમાં દેખીને
આનંદકારી અનેક પ્રસંગો તાજાં થાય છે. ૭પ ફૂટ ઊંચું જિનાલય, ને તેના ઉપર ૭પ
ઈંચનો સોને મઢ્યો કળશ આકાશમાં ઝગમગી ઊઠ્યો.....પવિત્ર જૈનધર્મનો ધ્વજ
આકાશમાં લહરી ઊઠ્યો. આ હીરકજયંતી વગેરેનો અહેવાલ મુંબઈની આકાશવાણીએ
પ્રસારિત કર્યો હતો. મુંબઈનગરીનો આ ઉત્સવ અનેરો હતો, જૈનધર્મની કેવી
મહાપ્રભાવના ગુરુદેવ કરી રહ્યા છે તે અહીં દેખાઈ આવતું હતું.
મુનિભક્તિનો મહોત્સવ
દક્ષિણદેશની યાત્રા અને મુંબઈના મહોત્સવો કરીને જ્યારે પાછા સોનગઢ
આવ્યા. ત્યારે જાણે મુનિવરોના દેશમાં જઈને આવ્યા હોઈએ એવી ઊર્મિ વારંવાર
ગુરુદેવને વેદાતી હતી; કુંદકુંદસ્વામી આદિ મુનિભગવંતો જ્યાં વિચરેલા એવા એ
ગુરુધામમાં હમણાં જ જઈ આવ્યા હોવાથી એ મુનિદશાને ગુરુદેવ વારંવાર પ્રવચનમાં
યાદ કરતા. તેનો અપાર મહિમા સમજાવતા. અને સાથે સાથે એ યાત્રાની ખુશાલીમાં
અષાડમાસની અષ્ટાહ્નિકા દરમિયાન ૬૪ ઋદ્ધિધારી મુનિવરોની મહાપૂજા પણ થઈ,
તેથી જાણે મુનિભક્તિનો મહોત્સવ જ ચાલતો હોય એવું વાતાવરણ હતું. કુંદકુંદસ્વામી
વિદેહમાં ગયા ને ત્યાં તેમના બહુમાનમાં આઠ દિવસનો મહોત્સવ થયો, તેમ અહીં પણ
કુંદકુંદસ્વામીની યાત્રાની ખુશાલીમાં આઠ દિવસનો પૂજનમહોત્સવ થયો. સોનગઢમાં
અવારનવાર સિદ્ધચક્રવિધાન, સહસ્ર–અષ્ટોત્તરનામ પૂજનવિધાન, પંચમેરૂપૂજન વિધાન
વગેરે વિશિષ્ટ પૂજનવિધાનો થયા કરે છે; કોઈ કોઈવાર એ પૂજનવિધાનમાં ગુરુદેવ પણ
ભાગ લ્યે છે.
‘સમયસારનો યુગ’ અને કુંદકુંદાચાર્યદેવ સાથેનો સંબંધ
‘સમયસાર’ એ ગુરુદેવના જીવનનું સાથી છે...સમયસારના રચનાર
કુંદકુંદાચાર્યદેવ સાથે એમને વિદેહમાં સીધો સંબંધ થયેલ હોવાથી તેમનું સમયસાર પણ