: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
તેમને અતિશય પ્રિય છે. ને તેઓ કહે છે કે આ જીવ ઉપર કુંદકુંદાચાર્યદેવનો અને
સમયસારનો મહાન ઉપકાર છે. નિરંતર તેનું સ્વાધ્યાય–મનન તેઓ કરે છે. અનેક
વર્ષોથી તેના ઉપર પ્રવચનો તો થાય છે જ, તે ઉપરાંત બપોરની નિવૃત્તિના સમયે
એકાંતમાં બેસીને સમયસારનું ઊંડું અધ્યયન તેઓ હંમેશા કરે છે, ને એ રીતે શતાધિક
વાર તેમણે સમયસારની સ્વાધ્યાય કરી છે. એ સ્વાધ્યાય કરતાં કરતાં કોઈ કોઈવાર
તેઓ વિદેહક્ષેત્રના સીમંધરસ્વામીનાં અને કુંદકુંદસ્વામી વગેરેના ઊંડા વિચારમાં ચડી
જાય છે.....ત્યારે આ ભરતક્ષેત્રના વાતાવરણને ભૂલીને વિદેહક્ષેત્રના વાતાવરણમાં
એમનું ચિત્ત થંભી જાય છે. સં. ૧૯૭૮ માં જ્યારે તેમણે સમયસારના ઉપોદ્ઘાતમાં
કુંદકુંદપ્રભુના વિદેહગમન સંબંધી ઉલ્લેખ વાંચ્યો ત્યારે તેમના આત્મામાં વિદેહના
અવ્યક્ત સંસ્કાર ઝણઝણી ઊઠેલા ને અંતરના ઊંડાણથી એ વાતનો સહર્ષ સ્વીકાર
આવ્યો હતો. પછી તો એ સંબંધમાં આત્મસાક્ષાત્કાર જેવું જ અત્યંત મજબૂત પ્રમાણ સં.
૧૯૯૩ માં પૂ. બેનશ્રી ચંપાબેનના જાતિસ્મરણજ્ઞાનના બળે પ્રાપ્ત થયું, ને ભૂત–
ભવિષ્યના અનેક પાવનપ્રસંગોની વધુ ને વધુ સ્પષ્ટતાથી ગુરુદેવનોય આત્મા ખીલી
ઊઠ્યો....ગુરુદેવના મુખેથી એ વાત સાક્ષાત્ સાંભળનારા ભક્તો તો હર્ષથી નાચી
ઊઠતા. આજથી ૨૩ વર્ષ પહેલાં (સં ૨૦૦૩ માં) આ બાળકને પણ પૂ. ગુરુદેવના
સાક્ષાત્ ચરણોમાં બેસીને દોઢ કલાક સુધી પરમ વાત્સલ્યપૂર્વક એ બધુંય સાંભળવાનો
પરમ આનંદકારી લાભ પ્રાપ્ત થયો છે...અહા, ગુરુદેવના શ્રીમુખથી વિદેહનું આશ્ચર્યકારી
વર્ણન ને ધર્મમાતાઓનો અપાર મહિમા, એ રાજકુમાર અને તેના બંને મિત્રોની મધુરી
વાતો તથા તે ત્રણેની ભવિષ્યની મહાન જગપૂજ્ય પદવી, –એ બધુંય શ્રીગુરુમુખથી
સાંભળતાં કોઈ પરમ કલ્યાણની આગાહીથી અસંખ્ય પ્રદેશો ઝણઝણી ઊઠતા હતા.
ગુરુદેવની પરમ કૃપાનો એ પ્રસંગ સ્મરણમાં આવતાં અત્યારેય ચૈતન્યપ્રદેશોમાં ગુરુદેવ
પ્રત્યેની અનેરી લાગણીના મધુર તરંગો ઉલ્લસે છે, –જાણે કોઈ એક તીર્થંકરની સાથે જ
આ આત્મા વસતો હોય એવો આનંદ ઊભરાય છે. ધન્ય ગુરુદેવ! ધન્ય આપનો
મંગલમૂર્તિ આત્મા! (ષટ્ખંડાગમમાં તીર્થંકરાદિના આત્માને ત્રિકાળમંગળસ્વરૂપ કહેલ
છે, તેનો ભાવભીનો ઉલ્લેખ ગુરુદેવ ઘણીવાર કરે છે, તેમાંય અવ્યક્તપણે પોતાના
ભાવિના ભણકાર ગુંજતા હોય છે.)
સમયસાર ઉપર ગુરુદેવનાં પ્રવચનો ૧૬ મી વખત (સં. ૨૦૨પમાં) ચાલી રહ્યાં
છે.....સમયસારની શરૂઆત વખતે ‘હું સિદ્ધ....તું સિદ્ધ’ એમ કહીને જ્યારે ગુરુદેવ
અત્યંત પ્રમોદથી આત્મામાં સિદ્ધપણું સ્થાપતા હોય તે વખતે સિદ્ધભગવાનના