: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સાક્ષાત્કાર જેવા મહા પ્રમોદથી શ્રોતાઓ ઉલ્લસી જાય છે. આત્માના જોસપૂર્વક
કુંદકુંદસ્વામીની વતી ગુરુદેવ કહે છે કે ‘હું સિદ્ધ, તું સિદ્ધ,’ –હા પાડ! ને હાલ્યો આવ
સિદ્ધપદમાં! અમારી પાસે સમયસાર સાંભળવા આવ્યો તે જીવ ભવ્ય જ હોય. સિદ્ધપણું
લક્ષમાં લઈને તેની હા પાડી તે અપ્રતિહત માંગલિક છે. આમ ગાથાએ ગાથાએ મોક્ષના
મંગળ મોતીનો મેહુલો વરસાવતા ગુરુદેવ શ્રોતાઓનાં હૃદયમાં શુદ્ધાત્માનું બહુમાન
ઠાંસીઠાંસીને ભરે છે, ને રાગાદિનું બહુમાન જડમૂળથી કઢાવી નાંખે છે. આજ ૩પ–૪૦
વર્ષોથી ૧૬–૧૬ વખત સમયસારનાં પ્રવચનો થવા છતાં વક્તા અને શ્રોતાઓનો રસ
વધતો જ જાય છે, વધુ ને વધુ ભાવો ખૂલતા જાય છે. તેના ઉપર પ્રવચનોનાં પાંચ
પુસ્તકો છપાઈ ગયાં છે. એમાંથી ત્રણ પુસ્તકોમાં પ્રવચનો તો પૂ. બેનશ્રી–બેન
(ચંપાબેન શાન્તાબેન) ના સુહસ્તે લખાયેલાં છે.
એ ગ્રંથાધિરાજની મૂળ ગાથાઓ (૪૧પ) ચાંદીમાં કોતરાયેલી છે, એટલું જ
નહિ, પણ વિદેહમાં સાક્ષાત્ જોયેલા કુંદકુંદાચાર્યપ્રભુનો જેમણે અહીં જાતિસ્મરણના બળે
સાક્ષાત્કાર કર્યો છે એવા પૂજ્ય બેનશ્રી ચંપાબેનના સુહસ્તે સોનગઢના
સ્વાધ્યાયમંદિરમાં સમયસારની પૂજનીક સ્થાપના થઈ છે. આજે તો જૈનસમાજમાં
મુમુક્ષુઓનાં ઘરેઘરે સમયસાર બિરાજે છે ને આદરપૂર્વક તેનો અભ્યાસ થાય છે.
સમયસારના ભાવોનું જે રહસ્ય ગુરુદેવ અનેક વર્ષોથી સમજાવી રહ્યા છે તેના
પ્રતાપે ધાર્મિકસાહિત્યમાં અત્યારે ‘સમયસારનો યુગ’ વર્તી રહ્યો છે ને અનેક જિજ્ઞાસુ
જીવો એમાં બતાવેલા એકત્વ–વિભક્ત શુદ્ધ–જ્ઞાયક આત્માને લક્ષગત કરીને એના
અનુભવને માટે ઉદ્યમશીલ વર્તે છે. –એ રીતે જૈનશાસનની સાચા હાર્દની મહાન જીવન્ત
પ્રભાવના થઈ રહી છે.
* * * * *
(અહીંથી આગળ વધતાં પહેલાં એક બાબતનો થોડો ઉલ્લેખ કરી લઈએ;)
ગુરુદેવ જડ–ચેતનની ભિન્નતા અને આત્માનું અવિનાશીપણું સમજાવીને જે
ભેદજ્ઞાન ઘૂંટાવી રહ્યા છે–તેના પ્રતાપે જિજ્ઞાસુઓનું જીવન તો પલટી જાય છે, ને મરણ
પણ સુધરી જાય છે. ભાવમરણથી બચાવીને આનંદમય આત્મજીવનનો માર્ગ ગુરુદેવ
બતાવી રહ્યા છે, ‘આત્મા તો અવિનાશી છે, દેહથી ભિન્ન છે’ –એવા પ્રકારના
ગુરુદેવના ઉપદેશના સંસ્કાર વડે જેણે પોતાનું જીવન સીંચ્યું છે તે મુમુક્ષુના જીવનમાં