તો કોઈ મહાન પલટો આવી જાય છે, અને મૃત્યુપ્રસંગ પણ એવા અનેરા પ્રકારે થતા
હોય છે કે જે દેખીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. મુમુક્ષુને માટે મૃત્યુ એ કોઈ મોટો
‘હાઉ’ નથી પણ જાણે કે ધર્મના ઉત્સવનો કોઈ પ્રસંગ છે, એવી અત્યંત સાહજિકતાથી,
અંતિમ ઘડી સુધી દેવ–ગુરુ–ધર્મને યાદ કરતા કરતા, કે તત્ત્વનું ચિન્તન કરતા કરતા દેહ
છોડીને બીજે ચાલ્યા જાય છે. એટલું જ નહિ, પાછળના જિજ્ઞાસુઓ પણ મૃત્યુ પાછળ,
(કોઈવાર તો ભરયુવાન વયે મૃત્યુ હોય તોપણ) કલ્પાંત કે કકળાટ ન કરતાં અત્યંત
ધૈર્ય રાખીને તત્ત્વના વાંચન–વિચાર વડે વૈરાગ્યનું બળ વધારે છે; તેને આશ્વાસન
આપવા આવનારા બીજાઓ તેનું ધૈર્ય દેખીને, તેને આશ્વાસન આપવાને બદલે ઊલ્ટા
તેની પાસેથી આશ્વાસન પામે છે. તીવ્ર દર્દમાં કે અત્યંત ગંભીર ઓપરેશન વખતેય
જિજ્ઞાસુઓ જે ધૈર્ય રાખે છે તે દેખીને કેટલાય દાકતરો પણ આશ્ચર્ય પામે છે. શ્વેતામ્બર
સમાજના એક પ્રસિદ્ધ સાધુ પણ એક વખત તો બોલેલા કે આ સોનગઢવાળા લોકોનું
મરણ પણ જુદી જાતનું થાય છે! બીજા એક ભાઈ કહેતા કે સમાધિમરણ કરતાં શીખવું
હોય તો સોનગઢ જાઓ. બીજા અનેકવિધ પ્રતિકૂળ પ્રસંગોએ તો ઠીક પરંતુ મૃત્યુ જેવા
પ્રસંગે પણ આ પ્રકારના ધાર્મિક સંસ્કારોની જાગૃતિ અને શાંતપરિણામ રહેવા તે ગુરુદેવે
આપેલા વીતરાગી તત્ત્વજ્ઞાનને લીધે મુમુક્ષુને અત્યંત સુગમ બને છે. ગુરુદેવ ઘણીવાર
કહે છે કે ભાઈ, આ અપૂર્વ ચેતન્ય તત્ત્વ જે સમજીને અનુભવમાં લેશે તેની તો શી
વાત! પરંતુ આ તત્ત્વનું્ર લક્ષ કરીને તેના હકારના સંસ્કાર જે પાડશે તેને પણ બીજા
ભવમાં તે સંસ્કાર ઊગીને આત્માનું હિત કરશે. ખરેખર, પરભવમાં એ સંસ્કાર નહિ
ભુલાય, તેમ એ સંસ્કારદાતા ગુરુદેવનો ઉપકાર પણ નહિ ભુલાય.
અનુભવે છે. તેમાંય શ્રાવણ મહિનો એ સોનગઢમાં વિશેષ ધાર્મિક પ્રવૃત્તિમય હોય છે; તે
વખતે ગુરુદેવના સાન્નિધ્યમાં શાંતિથી રહેવા ને તત્ત્વનો અભ્યાસ કરવા ભિન્ન ભિન્ન
પ્રાંતોમાંથી સેંકડો જિજ્ઞાસુ ગૃહસ્થો આવે છે, સાધર્મીજનો પરસ્પર મિલનથી આનંદિત
થાય છે, વહેલી સવારથી મોડી રાત સુધી જ્યાં જુઓ ત્યાં તત્ત્વચર્ચાનો મેળો દેખાય છે.
ખૂબ ખૂબ અભ્યાસ કરીને તત્ત્વનું આખા વર્ષનું ભાતું ઘણા જિજ્ઞાસુઓ આ