Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
એક માસમાં લઈ જાય છે. આ વખતે ગુરુદેવ પણ ખૂબખૂબ ખીલે છે, પ્રવચનોની
રમઝટ અનેરી હોય છે; બહારમાં વર્ષાઋતુની મધુરી મોસમની સાથે એ આધ્યાત્મિક
શ્રુતવર્ષા સૌને પ્રફુલ્લિત કરતી હોય છે. અને આવા પ્રસન્ન વાતાવરણમાં ઊભરો લાવે
એવો પ્રસંગ પૂ. બેનશ્રી ચંપાબેનના જન્મદિવસનો –તે પણ આ શ્રાવણ માસમાં જ
આવે છે. એ વખતે ધર્મના વાત્સલ્યની કોઈ નવીન ભરતી આવે છે ને અવારનવાર
ગુરુદેવના શ્રીમુખથી એમના અનુભવજ્ઞાનની, અદ્ભુત વૈરાગ્યની તેમ જ ચાર ચાર
ભવના જાતિસ્મરણની અને ભવિષ્યના પવિત્ર પદોની આનંદકારી વાર્તા સાંભળી–
સાંભળીને ભક્તોનું હૃદય ઉમંગથી ઉલ્લસે છે, ને આવા સંતોના દર્શનથી પણ પોતાની
ધન્યતા અનુભવે છે. તે પવિત્ર દિવસે પૂ. ગુરુદેવ બેનશ્રી–બેનને ત્યાં જમવા પધારે છે, ને
આખોય દિવસ ઉત્સવ જેવું વાતાવરણ રહે છે. ફાગણ માસમાં પૂ. શ્રી શાન્તાબેનના
જન્મદિવસે પણ એવું જ વાતાવરણ હોય છે ને આનંદથી એ દિવસનો ઉત્સવ ઉજવાય છે.
શ્રાવણમાસમાં ચાલુ થયેલો તત્ત્વચર્ચાનો ધોધ ભાદરવા માસમાંય ચાલુ રહે છે,
અને તેમાં પણ દસલક્ષણીધર્મસંબંધી વિશેષ પ્રવચનો, પૂજન–ભક્તિ વગેરેને લીધે હજારો
જિજ્ઞાસુઓ પોતાને ચોથાકાળમાં જ વર્તતા સમજીને આનંદપૂર્વક ધર્મસાધના કરે છે.
ખરેખર તો ગુરુદેવ જેવા સંત–ધર્માત્માઓને લીધે સોનગઢમાં સદૈવ ધર્મકાળ જ વર્તે છે,
તેથી તો અહીંના હવામાનમાંય વારંવાર પડઘા સંભળાય છે કે ‘યહ સન્તોંકા ધામ હૈ’
અહીં પંચમકાળ નહિ પણ ચોથોકાળ છે. દેવગુરુના પ્રતાપે અહીં ધર્મની જાહોજલાલી
વર્તે છે. હે મુમુક્ષુ બંધુઓ! તમે આવો રે આવો! ચૈતન્યની મુક્તિનો અપૂર્વ માર્ગ પ્રાપ્ત
કરવા તમે આ ધર્મધામમાં આવો.
અનેક ગામના મુમુક્ષુઓ સોનગઢમાં આવીને વસ્યા છે, ને ગુરુદેવની મધુરી
છાયામાં ધાર્મિક ઉપાસના વડે, આત્મસ્વભાવના ઘોલન વડે, પોતાના જીવનને સાર્થક
કરે છે. અહીંના ધાર્મિકવૈભવ પાસે પોતાના ઘરનો કોઈ વૈભવ–વિલાસ એમને યાદ પણ
નથી આવતો. તાજેતરમાં શેઠશ્રી નવનીતભાઈએ તેમ જ સાગર (મધ્ય પ્રદેશ) ના
શેઠશ્રી ભગવાનદાસ શોભાલાલજીએ પણ બબ્બે લાખના ખર્ચે મકાન બંધાવેલ છે. ને
અવારનવાર સોનગઢ આવીને લાભ લ્યે છે. સાગરવાળા શેઠ ભગવાનદાસજીએ પોતાના
મકાનના વાસ્તુપ્રસંગે જિનપ્રતિમાજીને પણ બિરાજમાન કરીને આનંદથી પૂજા–ભક્તિ
કરી હતી. દરેક નવા મકાનના વાસ્તુ પ્રસંગે મંગલ તરીકે તે મકાનમાં પ્રવચન કરતાં