Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 80

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ગુરુદેવ ચૈતન્યવસ્તુમાં વાસ્તુ કરવાની રીત બતાવતા કહે છે કે ભાઈ! આ બહારના
ઘરમાં તારું વાસ્તુ નહીં, અંદર અનંતગુણથી ભરેલી એવી તારી ચૈતન્યવસ્તુમાં જ તારું
વાસ્તુ છે; તેને ઓળખીને તેમાં તું વસ! તે જ મંગળ વાસ્તુ છે.
પુરાણકથાના આધારે અવનવા ધાર્મિક સંવાદો–નાટકો પણ સોનગઢમાં તેમ જ
અન્યત્ર પ્રસંગઅનુસાર બાળકો ભજવે છે, ને તે દ્વારા બાળકોમાં નાનપણથી જ ધાર્મિક
દ્રઢતાના સુંદર સંસ્કાર રેડાય છે. સીતાજી, અંજના, ચેલણા, અકલંક–નિકલંક, ભરત–
બાહુબલી, શ્રીંકઠવૈરાગ્ય, વારિણેષકુમાર, વજ્રબાહુવૈરાગ્ય, હરિષેણચક્રવર્તી, વગેરે અનેક
ધાર્મિક નાટકો ભજવાઈ ચૂક્્યાં છે.
સં. ૨૦૧૦ થી ૨૦૨૦ માં કુલ પચીસ વખત જિનબિંબ પ્રતિષ્ઠાના પ્રસંગો
બન્યા, અને પછી પણ તે પ્રવાહ ચાલુ જ રહ્યો. ૨૦૨૦ ના આસો માસમાં જસદણમાં
જિનમંદિરનું શિલાન્યાસ થયું.
ગુરુદેવને સમ્મેદશિખર વગેરે તીર્થો ઉપર ખાસ લાગણી છે. જૈનસમાજમાં જ્યારે
એ તીર્થો સંબંધી હિલચાલ ચાલતી હતી ત્યારે ગુરુદેવ પણ તીર્થરક્ષા સંબંધમાં ચિન્તા
ધરાવતા, અવારનવાર ચર્ચામાં તેનો ઉલ્લેખ કરતા, ને કહેતા કે મૂળ તો જૈન દિગંબર
ધર્મ જ હતો; પણ દિગંબર મુનિઓ તો પરમ નિસ્પૃહ, તે તો કાંઈ બહારની ઉપાધિમાં
પડે નહીં. તીર્થોમાં અહીંથી ભગવાન મોક્ષ પધાર્યા છે–તેની યાદી તરીકે ભગવાનનાં
પગલાં હોય છે. આવા તીર્થોની જાળવણી માટે બંદોબસ્ત થવો જોઈએ. તીર્થોની જેમ
સાધર્મી પ્રત્યેનો પ્રેમ પણ અપાર છે. એના અનેક પ્રસંગો બન્યા છે. સીતાજી, અંજના
વગેરેનું જીવન વાંચતા વાંચતા ગુરુદેવને આંસુ આવી જાય છે; તેઓ કહે છે કે ધર્માત્મા
ઉપરનું દુઃખ હું જોઈ શકતો નથી. એ જ રીતે શાસ્ત્રો પ્રત્યે પણ ઘણો પ્રેમ ને આદર છે;
કોઈ નવીન શાસ્ત્ર પ્રાપ્ત થતાં તેઓ પ્રસન્ન થાય છે.
રાજસ્થાનના બયાના શહેરમાં પાંચસો વર્ષ પ્રાચીન (સં. ૧પ૦૭ની)
સીમંધરભગવાનની પ્રતિમા બિરાજે છે–એ વાત ૨૦૨૧ ના કારતક માસમાં સોનગઢમાં
જાણવા મળી; તે જાણીને ગુરુદેવ વગેરે ખૂબ પ્રસન્ન થયા; ને એનાં દર્શનની ઈંતેજારી જાગી.
સં. ૨૦૨૦ માગશર–પોષમાં સમયસારની ૪૭ શક્તિ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ
અદ્ભુત ખીલ્યા હતા. ૪૭ શક્તિના પ્રવચનો વખતે ચૈતન્યગુણો પ્રત્યેનો એમને કેવો
પરમ આહ્લાદ ઉલ્લસે છે! –તે તો સાંભળનારને નજરે દેખાય છે. ગુરુદેવ રોજ સવા–