Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
રમાં ૪૭ શક્તિનું રટણ કરી જાય છે ને કહે છે કે મારી માળા છે. ‘૪૭ શક્તિ તે
આત્માનો વૈભવ છે, એવા વૈભવશાળી ભગવાન આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી
જ્ઞાન–આનંદરૂપી વૈભવ પ્રગટે છે.’ –આમ ગુરુદેવે પોતાના સ્વહસ્તે ‘આત્મવૈભવ’
પુસ્તકમાં લખ્યું છે. તેઓ ઘણીવાર પ્રમોદથી કહે છે કે અહા! સંતોએ અંદરમાં
સર્વજ્ઞસ્વભાવના ભેટા કરી કરીને એની શક્તિનાં અચિંત્ય રહસ્યો ખોલ્યાં છે. ૪૭ શક્તિ
વડે આત્મગુણોનો જે અપાર મહિમા ગુરુદેવે સમજાવ્યો છે તે મુમુક્ષુને ન્યાલ કરે તેવો છે.
પોષ સુદ દસમે ગુરુદેવ ઘણા ભક્તોને કહેતા કે–‘આજે તો મેં ભગવાન જોયા.’ તે
સાંભળીને ભક્તો આર્શ્ચયમાં પડી જતાં. ને ગુરુદેવ પ્રમોદથી ખુલાસો કરતા કે આજે તો
સ્વપ્નમાં પૂર્વના આકાશમાં બાહુબલી ભગવાનના અદ્ભુત દેદાર દેખ્યા. આશ્ચર્યકારી એમની
મુદ્રા હતી. એનું રૂપ ને એમના મુખ ઉપરની વીતરાગતા કોઈ અલૌકિક હતા. એ અચિંત્ય
શક્તિવંત બાહુબલીનાથના અદ્ભુત વૈરાગ્યદેદારના દર્શનથી ગુરુદેવને ઘણો જ આહ્લાદ
થયો હતો; અને ગુરુમુખે એનું વર્ણન સાંભળીને ભક્તજનોને પણ ખૂબ હર્ષ થયો.
ગુરુદેવ અવારનવાર સ્વપ્નમાં અપૂર્વભાવસૂચક સ્વપ્નો જુએ છે, –કોઈમાં
ભૂતકાળના ભણકારા હોય છે, તો કોઈમાં ભવિષ્યની આગાહી હોય છે; ને કોઈવાર
વર્તમાન અધ્યાત્મનું જે ઘોલન ચાલતું હોય તે સ્વપ્નમાં ફરીને તાજું થાય છે. ઘણાં વર્ષો
પહેલાંના એક સ્વપ્નમાં ગુરુદેવે છઠ્ઠ–સાતમના કેટલાય ચંદ્રમાથી ભરેલું આકાશ જોયું
હતું. તેને ઘણીવાર યાદ કરીને ગુરુદેવ કહે છે કે જાણે–છઠ્ઠા–સાતમા ગુણસ્થાનરૂપ
મુનિદશા સૂચવતું હોય–એવું એ મંગલ સ્વપ્ન હતું. બીજા એક સ્વપ્નામાં સિદ્ધાંત સૂત્રો
લખેલાં મોટાં મોટાં પાટિયાં આકાશમાંથી ઊતરતાં જોયેલાં, –તે જિનવાણીની પ્રાપ્તિ
અને શ્રુતજ્ઞાનની અતિશયતાનું સૂચક હતું. આ ઉપરાંત, જાણે પોતે કોઈ રાજકુમાર હોય
એવા ભણકાર આવતા.–જે સ્પષ્ટપણે પૂર્વભવના સૂચક હતા; પણ તે વખતે એની ખબર
ન હતી. પાછળથી જાતિસ્મરણજ્ઞાનના પ્રસંગો બનતાં એ બધું સ્પષ્ટ થયું, ને બધી સંધિ
મલી ગઈ કે પોતે પૂર્વભવે વિદેહમાં એક રાજકુમાર હતા–તેના એ ભણકાર હતા. વીર
સં. ૨૪૮૭ ના જેઠમાસમાં ગુરુદેવે કોઈ એક મુનિરાજને સ્વપ્નમાં જોયા. જાણે કોઈ
મુનિરાજ દર્શન દેવા પધાર્યા છે. મુનિરાજના અદ્ભુત આશ્ચર્યકારી દર્શનથી ગુરુદેવને
અપાર પ્રમોદ થયો. (એ દ્રશ્યની થોડીક યાદી સુવર્ણસંદેશના ૩૨ મા અંક