: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ઉપર છે.) એ વખતે પ્રવચનમાં અષ્ટપ્રાભૃતમાંથી મુનિદશાના અપાર મહિમાનું વર્ણન
ચાલતું હતું, ને તેમાં વળી સ્વપ્નદ્વારા મુનિરાજે દર્શન દીધાં, –પછી તો પૂછવું જ શું!
પ્રવચનમાં મુનિમહિમાનો જે ધોધ વહ્યો તેમાંથી થોડાંક ટીપાં નમૂનારૂપે જોતાં તેનો
ખ્યાલ આવશે; ગુરુદેવ કહેતા–
* અહા, મુનિરાજ એ તો અરિહંતના પુત્ર છે; અરિહંતના યુવરાજ છે.
* મુનિને તો જિનતુલ્ય સમજીને તેનું પરમ બહુમાન અને આદર કરવા યોગ્ય છે.
* મુનિદશા એટલે છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની વીતરાગી દશા.
* મુનિ તો સહજ સ્વરૂપની નિર્વિકલ્પ શાંતિમાં ઝૂલતાં ઝૂલતાં સિદ્ધપદને સાધી
રહ્યા છે.
* ચૈતન્યનિધાન ખોલવા નીકળેલો સાધુ જગતના નિધાનમાં લોભાતો નથી.
–આમ હજારો પ્રકારે મુનિદશાનો સાચો મહિમા ગુરુદેવના મુખે સાંભળીને તીવ્ર
ભક્તિપૂર્વક એવા મુનિરાજના દર્શનની તાલાવેલી જાગતી હતી. ગુરુદેવ પોતે ઘણીયેવાર
મુનિદર્શનની ઝંખના વ્યક્ત કરે છે. –પણ અંતે કુંદકુંદાદિ મુનિભગવંતોની સ્મૃતિથી જ
સંતોષ માનવો પડે છે; ને તેમની વાણીને જ મુનિસમાન સમજીને પરમ આદરથી
એમના અંતરના ભાવોનું વધુ ને વધુ ઊંડુ મનન કરવામાં ઉપયોગ લગાવે છે.
૨૦૨૧ ના માહ માસમાં ગુરુદેવે મધ્યપ્રદેશનો ૨પ દિવસનો પ્રવાસ કર્યો, તેમાં
ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, મક્ષી–પાર્શ્વનાથ અને મલ્હારગઢ વગેરે સ્થાને થઈને ફાગણ
સુદ એકમે સોનગઢ પધાર્યા. આ પ્રસંગે ભોપાલ અને ઉજ્જૈનમાં જિનબિંબની
વેદીપ્રતિષ્ઠા થઈ. મલ્હારગઢમાં પણ ગુરુદેવ પધારતાં ધાર્મિકમેળા જેવો ભવ્ય ઉત્સવ
થયો. –જંગલમાં મંગલ થયું.
જયપુરના પંડિતશ્રી ટોડરમલ્લજી રચિત મોક્ષમાર્ગપ્રકાશક ગુરુદેવનું એક અતિ
પ્રિય શાસ્ત્ર છે, અનેકવાર તેના ઉપર પ્રવચનો થયાં છે; અને નિશ્ચય–વ્યવહારનાં
રહસ્યો સંબંધી પં. ટોડરમલ્લજીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે તેને માટે ગુરુદેવ કહે છે કે
જૈનશાસ્ત્રોના અર્થો ઉકેલવાની એ ચાવી છે. ઘણા પ્રકારે પંડિતજીનો મહિમા ગુરુદેવે
પ્રસિદ્ધ કર્યો ને તેનો ખુબ પ્રચાર થયો; તેને પરિણામે જયપુરમાં લાખો રૂા. ના ખર્ચે
વિશાળ ‘પં. ટોડરમલ્લજી સ્મારકભવન’ બંધાવવાનું શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાએ