Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
નક્કી કર્યું. અને સં. ૨૦૨૧ ના મહા વદ પાંચમે તેનું શિલાન્યાસ ભાઈશ્રી ખીમચંદ જે.
શેઠના હસ્તે થયું. ૨૦૦ વર્ષ પહેલાં પં. શ્રી ટોડરમલ્લજીએ પ્રસિદ્ધ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ તે
જ દિવસે લખી હતી. આ ચિઠ્ઠી ઉપર ગુરુદેવનાં અદ્ભુત ભાવભીનાં અનુભવપ્રધાન
પ્રવચનો થઈ ગયા છે ને ‘अध्यात्मसंदेश’ નામના પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે–જે
સ્વાનુભવના પ્રયત્ન માટે દરેક જિજ્ઞાસુને ખાસ મનનીય છે.
રાજકોટ શહેરમાં
પંચકલ્યાણક–પ્રતિષ્ઠા અને જન્મજયંતિના ઉત્સવો
રાજકોટ શહેરમાં સીમંધરપ્રભુના સમવસરણની તથા બાવન ફૂટ ઊંચા
માનસ્તંભની રચનાનું કાર્ય પૂરું થયું હતું, તેમ જ ત્યાંના સંઘની ભાવના ગુરુદેવનો
જન્મોત્સવ પોતાના આંગણે ઉજવવાની હતી; તેથી ગુરુદેવ સં. ૨૦૨૧ ચૈત્ર સુદ ૧૩
(તા. ૧૩–૪–૬પ) ના રોજ રાજકોટ પધાર્યા. ૭૬ મા જન્મોત્સવનિમિત્તે રાજકોટ
પધારેલા ગુરુદેવનું ૭૬ મંગલ–કલશ સહિત ભવ્ય સ્વાગત થયું. –ત્યારે ગુરુદેવે
શુદ્ધાત્માનું અને સિદ્ધભગવંતોનું સ્વાગત કરતાં મંગલાચરણમાં કહ્યું કે: હે પ્રભો! મને
આપનો રંગ લાગ્યો, ને હું શુદ્ધાત્માને સાધવા માટે જાગ્યો, તેમાં હવે ભંગ પડવાનો
નથી. જેવા તીર્થંકરો છે તેવો જ હું છું–એમ પ્રતીત કરીને શુદ્ધ આત્મા સિવાય બીજાને
મનમાં લાવું નહીં, –એવી અમારી ટેક છે. આમ ઓળખાણપૂર્વક હે નાથ હું આપનું
મંગલ સ્વાગત કરું છું. હે સિદ્ધભગવંતો! મારા જ્ઞાનમાં આપને પધરાવીને હું સ્વાગત
કરું છું, એટલે કે જ્ઞાનને શુદ્ધાત્મા તરફ વાળીને આપનું સ્વાગત કરું છું. આમ સાધક
અને સિદ્ધના ઉમંગભર્યા સ્વાગતથી સૌ આનંદિત બન્યા. મહાન ઉત્સવોની જોસદાર
તૈયારીઓ થવા લાગી; જિનમંદિરની સામે જ ‘સીમંધરનગર’ ની રચના થઈ ગઈ. ચૈત્ર
સુદ પૂનમના રોજ પૂ. ગુરુદેવ જામનગર મુરબ્બીશ્રી વીરજીભાઈ વકીલને દર્શન દેવા
પધાર્યા હતા. ચૈત્ર વદ પાંચમે શ્રીમદ્રાજચંદ્રજીના સમાધિસ્થાનની પણ મુલાકત લીધી
હતી ને ત્યાં શ્રીમદ્ની જ્ઞાન–વૈરાગ્યદશાના મહિમાપૂર્વક ‘અપૂર્વ અવસર’ દ્વારા
પરમપદપ્રાપ્તિની ભાવના ભાવી હતી. ચૈત્ર વદ છઠ્ઠે ‘બાલાશ્રમ’ ની મુલાકાત લીધેલી,
ત્યાં બે–ચાર દિવસના બાળકથી માંડીને પંદર વર્ષ સુધીનાં સેંકડો નિરાધાર બાળકોને
જોતાં ગુરુદેવે લાગણીથી કહ્યું કે અરે, સંસારની આ સ્થિતિ વિચારતાં તો વૈરાગ્ય આવી
જાય તેવું છે. જ્યાં જન્મ દેનારા માતા પિતા પણ શરણ નથી થતા એવો આ અશરણ
સંસાર! તેમાં આત્માની ઓળખાણ ન કરે ત્યાં સુધી