: ૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
સમ્યક્ત્વની ભૂમિકામાં
આત્માનો નિર્ણય
વૈશાખ વદ ૯ ના રોજ પૂ. ગુરુદેવ શાંતધામ
સોનગઢમાં પધાર્યા.....ને સમયસાર ગા. ૭૪ થી પ્રવચનો
શરૂ થયા. ગુરુદેવ કહે છે કે ભાઈ! લક્ષ્મી ચાંદલો કરવા
આવે તેમ આ તારા આત્માનો નિર્ણય કરીને અનુભવના
મંગલ ટાણાં આવ્યા છે; કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી તને
ચાંદલો કરવા આવી છે. તો આ અવસર તું ચુકીશ મા.
આચાર્યદેવ કહે છે કે આત્માને જ્ઞાન થવાનો ને દુઃખ મટવાનો એક જ કાળ
છે. ધર્મ થવાના કાળે જ આત્મા રાગાદિ દુઃખભાવોથી છૂટે છે, ને પરભાવોથી
છૂટવાના કાળે જ આત્મા જ્ઞાનરૂપ–આનંદરૂપ થાય છે. –આ રીતે ભેદજ્ઞાન થતાં તે
બંને એક સાથે જ થઈ જાય છે. જીવના સ્વભાવ તરફ વળેલો જે જ્ઞાનભાવ, તેમાં
રાગાદિ સમસ્ત પરભાવોનો અભાવ છે. જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે શુભાશુભ
વિકલ્પોનો સ્વામી નથી. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનપણે પરિણમવાનો છે,
રાગપણે પરિણમવાનો એનો સ્વભાવ નથી; એટલે રાગ તે જ્ઞાનનું સાધન થાય
નહિ. ધર્મ કરવા માટે પહેલાં જ આવો નિર્ણય કરવો કે શુદ્ધ જ્ઞાનરૂપે પરિણમવાના
સ્વભાવવાળો શુદ્ધ આત્મા હું છું; વચ્ચે વિકલ્પો આવે તે હું નથી, તે વિકલ્પ વડે હું
સ્વસંવેદન–પ્રત્યક્ષ થતો નથી, પણ મારા શુદ્ધ જ્ઞાનસ્વભાવવડે જ હું સ્વસંવેદન–
પ્રત્યક્ષ થનારો છું. –આવા નિર્ણયપૂર્વક ભેદજ્ઞાન કરવું તે ધર્મની રીત છે. આ
નિર્ણયમાં જેની ભૂલ હોય તેને ધર્મ થાય નહીં.
ભાઈ! તું ચૈતન્ય જાત છો, તે જાત રાગની નથી. રાગથી તારી જુદી જાત
છે. રાગાદિ ભાવો તો તારી ચૈતન્ય જાતથી વિરુદ્ધ છે; તેનામાં સ્વ–પરને જાણવાની
તાકાત નથી, ને તારામાં તો સ્વ–પરને જાણવાની તાકાત છે. –આવો નિર્ણય
કરનાર જ્ઞાની રાગાદિના સ્વામીપણે જરાય પરિણમતો નથી, માટે તેને રાગની
મમતા નથી, તેથી તે નિર્મમ