: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩ :
છે. રાગની મમતા પણ રહે ને ભેદજ્ઞાન પણ થાય–એમ બને નહિ. ભેદજ્ઞાન થવાં વેંત
સમસ્ત રાગની રુચિ છૂટી જાય છે.
કોઈ પૂછે છે કે અમારે કરવું શું? ભાઈ! આવું ભેદ જ્ઞાન કરવું. જ્ઞાન અને
રાગની ભિન્નતાનો નિર્ણય કરવો. આ જ સુખી થવાનો ને દુઃખથી છૂટવાનો માર્ગ છે.
જુઓ, હજી તો સમ્યગ્દર્શન પામવા માટે આત્માનો સાચો નિર્ણય કરનારા પણ
આવો નિર્ણય કરે છે કે રાગાદિ વ્યવહારના અવલંબન વગર સ્વસંવેદન–પ્રત્યક્ષ થાઉં
એવો હું છું. –તો પછી આગળ જતાં ઉપરના ગુણસ્થાને વ્યવહારના અવલંબનથી લાભ
થાય–એ વાત ક્યાં રહી? વચ્ચે રાગ આવશે પણ તે રાગ મોક્ષમાર્ગમાં સાધક નથી પણ
બાધક છે; શુદ્ધ જ્ઞાનરૂપ જે મોક્ષમાર્ગ, તેનાથી વિરુદ્ધ રાગાદિ બંધ ભાવો છે. –આમ
બંનેના સ્વભાવનું અત્યંત જુદાપણું નક્કી કરીને, જ્ઞાનસ્વભાવ તરફ વળતાં મોક્ષમાર્ગ
થાય છે ને આનંદ અનુભવાય છે.
જ્ઞાનસ્વભાવ તો ધુ્રવ છે–શરણ છે; જ્ઞાનસ્વભાવપણે તો જીવ સદાય ટકનારો છે;
ને રાગાદિ શુભાશુભ ભાવો તો ક્ષણભંગુર, અસ્થિર, અધુ્રવ ને અશરણ છે; તે રાગાદિ
ભાવો કાયમ જીવમાં ટકનારા નથી. આમ જાણીને અનિત્ય એવા રાગાદિ ભાવો તરફથી
પાછો વળે ને નિત્ય જ્ઞાનસ્વભાવ તરફ ઢળે–ત્યારે જીવને ભેદજ્ઞાન થાય છે, ત્યારે તેને
આસ્રવો છૂટી જાય છે. –આનું નામ ધર્મ છે.
જ્ઞાન તો આત્માનો સહજ સ્વભાવ છે, તે કાંઈ નવું નથી થતું; ને રાગાદિ ભાવો
આત્માનો સ્વભાવ નથી, તે તો કૃત્રિમ નવા ઉત્પન્ન થાય છે, અને તેના અભાવમાં પણ
આત્મા ટકી રહે છે. જ્ઞાન વિના આત્મા ટકી ન શકે. એટલે જ્ઞાનનો નિષેધ ન થઈ શકે.
પણ રાગાદિ તો ભિન્ન સ્વભાવવાળા હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે, તેના
અભાવમાં આત્મા આનંદસ્વરૂપે ટકી રહે છે. આત્માનો જ્ઞાનસ્વભાવ તો સહજ નિરાકુળ
આનંદસ્વરૂપ છે, ને રાગાદિભાવો આકુળતારૂપ છે, દુઃખરૂપ છે. ભાઈ, તું અંતરમાં
વિચાર કરીને જો કે રાગાદિનું વેદન કેવું છે? –શાંતિરૂપ છે કે દુઃખરૂપ છે? રાગાદિનું
વેદન આકુળતારૂપ છે. દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખ છે. અને તારો સહજ
જ્ઞાનસ્વભાવ તો નિરાકુળ શાંત સુખરૂપે અનુભવાય છે, તે અનુભવનું ફળ પણ સુખ છે.
–આમ અંતરના વેદનમાં જ્ઞાન અને રાગના સ્વાદની ભિન્નતા જાણ. બહારના જડ
પદાર્થોની તો વાત જ શી? એમાં સુખ માને તે તો તીવ્ર મોહમાં મુર્છાઈ ગયેલા છે; પણ
અંદર શુભ રાગની