Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
છે. મહાવીરજયંતી જેવા પ્રસંગે ગુરુદેવ પ્રવચનમાં કહે છે કે ભગવાન મહાવીર શરીરમાં
જન્મ્યા જ નથી, શરીરપણે તે ઊપજ્યા જ નથી. એ એમની નિર્મળ જ્ઞાનપર્યાયોપણે જ
ઊપજે છે. –એવી પર્યાયમાં વર્તતા આત્મા તરીકે જે ભગવાનને ઓળખે તેણે ખરા
મહાવીર ભગવાનને ઓળખ્યા છે. દીપાવલી પ્રસંગે ભગવાનના મોક્ષનો અપાર મહિમા
કરીને સાથે સાથે કહેશે કે– ભાઈ, જેવા નિધાન ભગવાન પાસે છે તેવા જ નિધાન તારા
આત્મામાં ભર્યા છે, તેને તું ઓળખ, તો તારામાં પણ આવી મોક્ષદશા પ્રગટે.
કેવી અપૂર્વ રજૂઆત! મુમુક્ષુઓ તો નિજનિધાન સાંભળતાં રાજી રાજી થઈ
જાય છે. આત્માને સાધવા માટે ગુરુદેવની આવી વાણી મુમુક્ષુને શૂરાતન ચડાવે છે.
ગુરુદેવ ઘણીવાર કહે છે કે શુદ્ધાત્માને ધ્યેય બનાવીને ધર્મી જીવોનો સંઘ મોક્ષપુરીમાં
ચાલ્યો જાય છે, –હે જીવ! તું પણ એમાં ભળી જા! સ્વાનુભવીની અંદરની જ્ઞાનચેતનાનું
સ્વરૂપ અને તે અંગે થયેલી ચર્ચા ગુરુદેવ કોઈવાર કહે છે, તે ચર્ચા જ્ઞાનીનું સાચું હૃદય
સમજાવનારી છે. (આત્મધર્મ અંક ૨૬૬, પૃ. ૪પ માંથી એ વાંચવા–વિચારવા
જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ.) ખરેખર, અનુભવના ઊંડાણમાંથી અધ્યાત્મરસનું
મધુર ઝરણું ગુરુદેવ સદા વહેવડાવી રહ્યા છે. તેનું રસપાન કરતાં એમ લાગે છે કે અહા,
જાણે કે કોઈ બીજા જ અગમ્ય દેશમાં વિચરતા હોઈએ, ને આ સંસારથી દૂર દૂર ક્્યાંક
ચાલ્યા ગયા હોઈએ.
મધ્યપ્રદેશમાં ગુરુદેવનો વિહાર થયા પછી ઉજ્જૈન, ભોપાલ, ઈન્દોર, ગુના,
અશોકનગર વગેરે અનેક શહેરોના મુમુક્ષુમંડળમાં વિશેષ જાગૃતિ આવી, અને
‘મધ્યપ્રાંતીય મુમુક્ષુમંડળ’ સં. ૨૦૨૨ માં સ્થપાયું; તેના દ્વારા જૈન શિક્ષણ શિબિર વગેરે
યોજનાઓ વડે તત્ત્વજ્ઞાનનો સારો પ્રચાર થાય છે. એનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશના પ્રધાન
શ્રી મિશ્રિલાલજી ગંગવાલે કર્યું હતું; તેમને ગુરુદેવ પ્રત્યે ઘણો આદર છે, ને ગુરુદેવ
ભોપાલ પધાર્યા ત્યારે તેમને ત્યાં જ ઉતારો હતો. ભારતના મોટાભાગમાં ગુરુદેવના
પ્રવાસ દરમિયાન ઠેર ઠેર ઊમટેલી જૈનમેદની નજરે જોતાં આ લેખકનું દ્રઢ અનુમાન છે
કે ભારતમાં જૈનોની વસ્તી એક કરોડ જેટલી હશે.
સં. ૨૦૨૨ ના પોષમાસમાં એવો યોગાનુયોગ બન્યો કે અહીં સોનગઢમાં
ગુરુદેવને એક સ્વપ્ન આવ્યું જેમાં વીરજીભાઈ દેવલોકમાં દેખાયા; તે જ વખતે
જામનગરમાં પથારીવશ વીરજીભાઈએ ગુરુદેવના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી. –આથી