ગુરુદેવ જામનગર તેમને દર્શન આપવા ગયા હતા. એ પ્રસંગે જામનગરમાં કેટલાય
જિજ્ઞાસુઓએ ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો હતો.
આ ફાગણ સુદ બીજે સોનગઢ–જિનમંદિરમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાના
પચ્ચીસ વર્ષની પૂર્ણતાનો મહાન રજતજયંતીઉત્સવ ઉજવાયો હતો આમ તો પ્રતિષ્ઠાનો
એ દિવસ દરવર્ષે આઠ દિવસ સુધી બહેનોમાં ગીત–ભક્તિપૂર્વક ઉજવાય જ છે, પણ આ
રજતજયંતીના ઉત્સવનો ઉલ્લાસ અદ્ભુત હતો. પચીસ વર્ષ પહેલાં બંધાયેલું ૩પ ફૂટ
ઊંચું જિનમંદિર પચીસ વર્ષમાં તો ૭પ ફૂટ ઊંચું થઈ ગયું, –જાણે કે ગુરુદેવની
પ્રભાવનાવૃદ્ધિ સાથે તે પણ વધવાની હરીફાઈ કરતું હોય! મંદિરની અંદર સુંદર
પૌરાણિક ચિત્રો દીવાલમાં કોતરેલાં છે. –અને સીમંધર ભગવાનની શોભા તો એવી
અદ્ભુત છે કે જેવી અદ્ભુત સાધકની પરિણતિ! સોનગઢમાં આવીને એકવાર પણ એ
દિવ્યપ્રભુની પ્રશાંત મુદ્રા જોનાર જીવનભર એને ભૂલતા નથી, સાધકસન્તોદ્વારા હંમેશાં
જેમનું સ્તવન થતું હોય–એ સાધ્યના મહિમાની શી વાત! અહા, ઉત્સવ વખતે