Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
રથયાત્રામાં ચાંદીના રથમાં સીમંધર ભગવાનના સારથિ તરીકે ગુરુદેવ બેઠા હતા. –ખરું જ
છે, આજે આ ભારતમાં જિનનો રથ તો તેઓ જ ચલાવી રહ્યા છે ને!! ‘जिन’ અને
जिनका ભક્ત कानजी– એ બંનેને રથારૂઢ દેખીને ભક્તો બહુ જ પ્રસન્ન થતા હતા.
(અગાઉ ઉજ્જૈન અને ભોપાલમાં પણ જિનરથના સારથિ તરીકે ગુરુદેવ બેઠા હતા.)
સીમંધરનાથ પ્રભુજીના પ્રતાપે ભારતમાં આજે મહાન ધર્મ પ્રભાવના થઈ રહી છે. તેમના
પ્રતિનિધિ કહાનગુરુ તેમની પાસેથી અહીં–આવીને તેમના શાસનને શોભાવી રહ્યા છે.
સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાની રજતજયંતી પછી તુરત ગુરુદેવની ૭૭ મી જયંતિ
પણ આવી પહોંચી. સોનગઢમાં આ જન્મજયંતિ પાંચ વર્ષ બાદ ઉજવાતી હોવાથી
નવા જ ઉલ્લાસથી ઉજવાઈ હતી. તે નિમિત્તે સિદ્ધચક્રમંડલવિધાન પૂ. બેનશ્રી–બેન
તરફથી થયું હતું. સવારમાં સીમંધરનાથના દર્શન કરીને, ૭૭ કમાનોવાળા
આમ્રફળોથી ઝૂલતા સુશોભિત માર્ગમાં થઈને ગુરુદેવ મંગલમંડપમાં પધાર્યા, –તે
મંડપની છતમાં ચામર–છત્ર વગેરે ૭૭ મંગલવસ્તુઓ ઝૂલતી હતી; ૭૭ કળશ, ૭૭
સ્વસ્તિક અને ૭૭ દિપકોની હારમાળા શોભતી હતી, મંડપ વચ્ચે સુંદર ધર્મચક્ર ફરતું
હતું. બીજના દિવસની સવારના પાંચ વાગે કહાનજન્મની મંગલવધાઈથી આખું
સોનગઢ ગાજી ઊઠ્યું, ઘંટનાદ ને વાજિંત્રો વાગવા માંડ્યા. હજારો ભક્તોએ હૈયાના
ઉમંગથી ગુરુદેવની જન્મજયંતી ઊજવી. જિનવાણીની અદ્ભુતરથયાત્રા ચાંદીના
રથમાં નીકળી –એના સારથી તરીકે કોણ બેઠું હશે, કહો જોઈએ? જિનવાણીના
રણકાર જેના હૃદયમાં ગુંજે છે એવા ગુરુદેવ એના સારથિ હતા. મંગલપ્રભાતમાં
‘આજ મારે સોના સમો રે સૂરજ ઊગિયો’ –એમ બહેનો ગાતાં હતાં. ત્યારે
પ્રવચનમાં એ વાત યાદ કરીને ગુરુદેવે એમ ગાયું કે–
મારા અંતરમાં સ્વસંવેદનથી ચૈતન્યસૂર્ય ઊગિયો જી.....
ચેતનના અંતરમાં સ્વસંવેદનથી સમકિતસૂરજ ઊગિયોજી.....
આમ અદ્ભુત સુપ્રભાત એ દિવસે ખીલ્યું હતું. અહા, આરાધક જીવનો જન્મ
એ જ ખરો જન્મ છે–એમ આ જન્મોત્સવ જોતાં ખ્યાલ આવતો હતો. દેશોદેશના
ભક્તો તરફથી ૨૦૦ જેટલા અભિનંદન સંદેશાઓ આવ્યા હતા. સોનગઢ ઉપરાંત
ભારતનાં મોટાં–નાનાં અનેક શહેરોમાં પણ દરવર્ષે ગુરુદેવનો મંગલજન્મોત્સવ
આનંદથી ઉજવાય છે.