: ૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
આ જન્મોત્સવ પ્રસંગે ગુરુદેવની પાસે અવનવી વાતો સાંભળવા મળી તેમાંથી
થોડાક પ્રસંગોનો અહીં ઉલ્લેખ કરીશું–
* ગુરુદેવે કહ્યું કે–શ્રુતજ્ઞાનીના હૃદયમાં સર્વજ્ઞ–તીર્થંકર બિરાજે છે એ વાત ઘણાં
વર્ષો પહેલાં પહેલીવાર સાંભળી ત્યારે મને ખૂબ ગમી ગઈ; વાહ! જ્ઞાનીના હૃદયમાંથી
તીર્થંકરભગવાન બોલે છે! જેના હૃદયમાં સર્વજ્ઞ બિરાજે છે એને અનંત ભવ હોતા જ
નથી. એટલે સર્વજ્ઞે પણ એના અનંત ભવ દીઠા જ નથી. સર્વજ્ઞનો નિર્ણય જે જ્ઞાને કર્યો
તે જ્ઞાનમાં ભવ છે જ નહિ. સર્વજ્ઞના નિર્ણય વગર તેમની વાણીનો (શાસ્ત્રનો) નિર્ણય
થઈ શકે નહિ. સર્વજ્ઞનો એટલે કે જ્ઞાનસ્વભાવનો નિર્ણય એ જૈનશાસનની મૂળવસ્તુ છે,
તે જ ધર્મનું મૂળ છે.
* નાના બાળકો પણ ગુરુદેવ સાથે અવારનવાર અવનવી વાત કરતા હોય છે.
એક બાળકે પૂછ્યું–ગુરુદેવ! તમે ધોળા ને હું કાળો –એમ કેમ? ગુરુદેવ કહે–ભાઈ!
આત્મા કાંઈ કાળો કે ધોળો નથી. શરીર ક્્યાં આત્માનું છે? હું જીવ, ને તું પણ જીવ.
બંને સરખા; બસ! જીવ તો શરીરથી જુદો રંગ વગરનો, જ્ઞાનસ્વરૂપ છે.
હું કાળો નથી, હું તો આત્મા છું, –એમ જાણીને તે બાળક ખુશી થયો.
* સં. ૧૯૮૯ ના માગશર સુદ દસમે ચેલા ગામે ગુરુદેવને એક સ્વપ્ન આવેલું;
ગુરુદેવ તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. સ્વપ્નામાં એક મોટી હૂંડી મળી, પણ તે
હૂંડી સાથે સ્વપ્નમાં એમ પણ આવ્યું કે આ દુકાને (એટલે કે જે સંપ્રદાયમાં તમે છો તે
સંપ્રદાયમાં) વટાવી શકાય તેમ નથી, તે વટાવવા બીજી દુકાન શાહુકારની એટલે કે
વીતરાગમાર્ગી સન્તોની શોધવી પડશે. અને, આ સ્વપ્ન પછી થોડા વખતમાં (સં.
૧૯૯૧ માં) ગુરુદેવે હૂંડી વટાવીને તત્ત્વની મૂળ રકમ પ્રાપ્ત કરી.
*ગુરુદેવ કહે છે કે–
* સ્વાનુભૂતિ તે ધર્માત્માનું ખરું જીવન છે.
* સ્વાનુભૂતિ તે જ ધર્મના પ્રાણ અને ધર્મનું જીવન છે.
* સ્વાનુભૂતિને ઓળખે તો જ ધર્મીનું ખરું જીવન ઓળખાય છે.
* તારું જીવન ખરું તારું જીવન.....જીવી જાણ્યું તેં આત્મજીવન.