Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૪૩ :
* એકવાર (સં. ૨૦૨૨ ના માગસર વદ અમાસે) ગુરુદેવે સર્વજ્ઞના મહિમા
સંબંધી ખૂબખૂબ ભાવો ખોલ્યા; સર્વજ્ઞપદની ધૂનમાં તેઓ ઝૂલતાં હતા, ત્યારે સર્વજ્ઞના
અપાર મહિમાનું ઘોલન કરતાં કરતાં ગુરુદેવને સીમંધરનાથનું વિદેહક્ષેત્ર સાંભરી આવ્યું,
ને તેમનું હૃદય પરમભક્તિથી, કંઈક વિરહની વેદનાપૂર્વક બોલી ઊઠ્યું,
હમ પરદેશી પંથી સાધુ જી....આ રે દેશકે નાંહી જી....
સ્વરૂપ સાધી સ્વદેશ જાશું, રહેશું સિદ્ધપ્રભુ સાથ જી....
હમ પરદેશી પંથી સાધુ જી....
–પછી તો વિદેહક્ષેત્રની કેટલીયે વાતો યાદ કરી; ધર્માત્માઓ સાથેના કેટલાય
પ્રમોદ યાદ કર્યા. ગુરુદેવ કહે છે કે અમે વિદેહમાં ભગવાન પાસે હતા ત્યાંથી અહીં
આવ્યા છીએ. રામનું સોણલું ભરતને મળ્‌યું તેમ વિદેહથી અમે ભરતમાં આવી ગયા
છીએ. અમારા ઘરની આ વાત નથી, આ તો સાક્ષાત્ ભગવાન પાસેથી આવેલી વાત
છે. જેનાં મહાન ભાગ્ય હશે તે આ સમજશે.
*ઘણાં વર્ષો પહેલાં ગુરુદેવે એકવાર સ્વપ્નમાં દરિયો દેખ્યો. તેમાં અપાર મોજાં
ઊછળતાં હતાં, પણ પોતાને જે તરફ જવાની ઈચ્છા થાય તે તરફના દરિયામાં વચ્ચે
રસ્તો બની જાય. એ રીતે ઊછળતા દરિયા વચ્ચે પણ નિર્વિઘ્નમાર્ગ પ્રાપ્ત થઈ ગયો,
કુદરતે માર્ગ કરી આપ્યો. તેમ આ પંચમકાળમાં મિથ્યામાર્ગના ઊછળતા દરિયા વચ્ચે
પણ ગુરુદેવે યથાર્થ માર્ગ શોધી કાઢ્યો ને તે માર્ગે ગમન કર્યું. જીવ તૈયાર થાય ત્યાં
જગતમાં માર્ગ હજાર જ છે.
–આમ ધર્મના અવનવા મધુર સંભારણાંપૂર્વક આનંદથી વેશાખ સુદ બીજ ઊજવી.
આ અરસામાં એક વિશેષ ઘટના એ બની કે પાંચ વર્ષની બાલિકા
(વજુભાઈની પૌત્રી) રાજુલને જાતિસ્મરણજ્ઞાન હોવાની વાત પ્રસિદ્ધિમાં આવી.
પૂર્વભવે (એટલે કે પાંચ જ વર્ષ પહેલાં) તે જુનાગઢમાં હતી ને તેનું નામ ગીતા હતું. તે
વખતનાં તેનાં માતા–પિતા અત્યારે પણ જુનાગઢમાં હયાત છે. રાજુલબેનનો પરિચય
આપતાં સભામાં ગુરુદેવે કહ્યું કે આ રાજુલને તો જાતિસ્મરણમાં આ જ ક્ષેત્ર સાથેનો
સંબંધ, એટલે તેના પુરાવા બહારમાં પણ બતાવી શકાય; પરંતુ બેનને તો આત્માના
જ્ઞાન ઉપરાંત વિદેહક્ષેત્રસહિત ચાર ભવનું જ્ઞાન છે. તે બધું અંદરના પુરાવાથી સિદ્ધ થઈ
ગયેલું છે, પણ અહીંના જીવોને તે કઈ રીતે બતાવી શકાય?