: ૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
વૈશાખ સુદ બીજ પછી તરત પંદર દિવસ માટે ગુરુદેવ રાજકોટ પધાર્યા, ને
વૈશાખ વદ પાંચમે પુન: સોનગઢ પધાર્યા. સોનગઢના શાંત–અધ્યાત્મ વાતાવરણમાં
વનજગલમાં એકવાર ફરીને ગુરુદેવને મુનિદર્શનના કોડ જાગ્યા કે અહા, કોઈ દિગંબર
સંત–મુનિ અત્યારે અચાનક આકાશમાંથી ઊતરીને દર્શન આપે તો કેવું સારું! મુનિના
વીતરાગી દેદાર નજરે દેખીએ, એમના મુખથી છૂટતી અધ્યાત્મની ધારા સાંભળીએ, ને
એમના ચરણને ભક્તિથી સેવીએ. અત્યારે વિદેહમાં તો ઘણાય મુનિવરો છે, તેમાંથી
કોઈ એકાદ મુનિરાજ આકાશમાર્ગે પધારીને દર્શન આપો. તે ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય!
એકવાર (વીસેક વરસ પહેલાં) બપોરના સમયે ગુરુદેવ બહાર જંગલમાં ગયેલા
ત્યારે કોઈ વિચારની ધૂનમાં ને ધૂનમાં લાંબો વખત બેસી રહ્યા. ટાઈમ થવા છતાં
ગુરુદેવને પાછા આવેલા ન દેખીને અહીં સ્વાધ્યાયમંદિરમાં તો કેટલાય માણસોમાં
ચિન્તા થઈ પડી ને ચારેકોર શોધખોળ થઈ પડી. અંતે એકાદ કલાકની ચિન્તા પછી,
તેઓ તો પોતાની મસ્તીમાં મસ્તપણે ચાલ્યા આવતા હતા! ગુરુદેવ પગપાળા કે ડોળી
મારફત વિહાર કરતા ત્યારે કોઈવાર આવા વિચિત્ર પ્રસંગો બનતા.
સં. ૨૦૨૨ ના શ્રાવણ સુદ સાતમનો દિવસ ભારતભરમાં તેમજ સોનગઢમાં
‘સમ્મેદશિખર–દિન’ તરીકે ઉજવાયો હતો. આ અરસામાં, સમ્મેદશિખરસંબંધમાં દિગંબર
જૈનસમાજના સંપૂર્ણ હક્કોની જાળવણી થાય તે પ્રકારના કરાર બિહાર–સરકાર સાથે
થઈ ગયા હતા. શ્રાવણમાસના શિક્ષણવર્ગ દરમિયાન જયપુરથી દોઢસો જેટલા મુમુક્ષુઓ
ગુરુદેવને જયપુર પધારવાની વિનતિ કરવા આવ્યા ને સોનગઢનું અધ્યાત્મવાતાવરણ
દેખીને બહુ જ પ્રસન્ન થયા. મધ્યભારતના પ્રધાનશ્રી મિશ્રિલાલજી જૈન ગંગવાલ પણ
સાથે જ હતા. જયપુરમાં ફાગણમાસમાં ટોડરમલ–સ્મારક ભવનનું ઉદ્ઘાટન તથા તેના
ચૈત્યાલયમાં સીમંધરનાથની વેદીપ્રતિષ્ઠા થવાની હોવાથી ગુરુદેવે જયપુર જવાનું
સ્વીકાર્યું. ગુરુદેવના મહાન પ્રભાવનાયોગને લીધે ઉપરાઉપરી ધર્મના મંગલ પ્રસંગો
નિમિત્તે વિહાર થયા જ કરે છે.
ગુરુદેવને કોઈવાર વૈરાગ્યરસની અદ્ભુત ખુમારી જાગી હોય ને રાત્રિચર્ચામાં તે
વ્યક્ત કરતા હોય, –ત્યારે આખી સભા વૈરાગ્યના રંગથી રંગાઈ જાય છે. નાનકડા
રાજકુમાર કહેતા હોય કે હે માતા! આ રાજપટમાં ક્્યાંય અમને સુખ લાગતું નથી,
અમારું સુખ અમારા અંતરમાં છે. તેને સાધવા હવે અમે વનમાં જઈશું ને મુનિ થઈશું.
હે માતા! તું રજા આપ. તું અમારી છેલ્લી માતા છો....હવે બીજી માતાના પેટે