: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૪૫ :
અવતાર નહિ કરીએ, બીજી માતાને નહિ રોવડાવીએ....’ એમ કહીને કુમારો દીક્ષા લેતા
હોય ને નાનકડા હાથમાં પીંછી–કમંડળ સહિત મુનિપણે વિચરતા હોય–એ દ્રશ્યો કેવા
હશે! આવા પ્રસંગોનું તેમ જ સીતાજીના વનવાસ વગેરેનું વૈરાગ્યરસભીનું વર્ણન
સાંભળતાં મુમુક્ષુને આ સંસારનો રસ તૂટી જાય છે ને તીવ્રમાં તીવ્ર વૈરાગ્યભાવો પોષાય
છે. –અહા, જાણે આજે જ એ સંયમના વીતરાગમાર્ગે ચાલ્યા જઈએ.
ઘણીવાર રાતે ચિન્તન કરતાં કરતાં જાગેલી કોઈ મીઠી ચૈતન્યઊર્મિ સવારમાં
ગુરુદેવ ભાવભીના ઉદ્ગાર વડે વ્યક્ત કરે છે. એકવાર ગુરુદેવે કહ્યું–પ્રભુ! તું પોતે
અનંત શક્તિનું ધામ છો, પછી બીજા અંતર્જલ્પ કે બહિર્જલ્પ કરવાની વૃત્તિનું શું કામ
છે? બહાર જતી વૃત્તિને છોડીને, એક અનંત શાંતિમય ધામ પ્રભુ આત્મામાં જ તું
લયલીન થા....એની જ પ્રીતિ કરીને એમાં જ રમ.’
સાથે સાથે એક ભગવાનની વાત પણ સાંભળો: ભગવાન તો ખરા, પણ અદ્ભુત
ને આશ્ચર્યકારી! સ્ફટિક જેવા ઊજળા...પણ એ શેમાંથી બનેલા ખબર છે? –મીઠી સાકરના
અખંડ ગાંગડામાંથી કોતરેલા એ ભગવાન ખડ્ગાસન હતા. સાકરના ભગવાન એટલે
જાણે મીઠા અમૃતરસથી ભરેલા, અતીન્દ્રિય આનંદથી ભરેલા; ને કામગીરી તો એવી
આશ્ચર્યકારી કે જાણે શાશ્વતી રત્નની મૂર્તિ હોય.....ને બોલતી હોય! આવા અદ્ભુત એ
ભગવાનને સં. ૨૦૨૩ ની શરદપૂર્ણિમાની રાતે ગુરુદેવે સ્વપ્નમાં દેખ્યા. અહો, શરદપૂનમે
સાકરના પ્રભુદર્શનનો એ મીઠો સ્વાદ....એ મધુર આહ્લાદ! એ જિનપ્રતિમાના આનંદકારી
દર્શનનું વર્ણન કરતાં ઉલ્લાસપૂર્વક ગુરુદેવ કહે છે કે એ પ્રતિમાની આશ્ચર્યકારી
અદ્ભુતતાનું વર્ણન હું વચનથી બરાબર કહી શકતો નથી. જિનગુણચિન્તનમાં દિનરાત
મગ્ન રહેનારા ગુરુદેવ સ્વપ્નમાંય અવારનવાર જિનદેવને દેખે છે. એ અમૃતસ્વાદમય
સાકરના જિનપ્રતિમાનું દર્શન કોઈ મીઠા–મધુર પ્રભાવશાળી ફળની આગાહી સૂચવે છે. હે
ગુરુદેવ! અમને પણ જિનમાર્ગના એ અમૃતનો મધુરસ્વાદ ચખાડો.
–અને એ સ્વપ્નનું મધુર ફળ ચાખવા માટે જ જાણે સિદ્ધભગવંતોના દેશમાં
જવાનું ને સમ્મેદશિખરસિદ્ધિધામની યાત્રા કરવાનું નક્કી કર્યુ. વાહ! ગુરુદેવ સાથે
સંતોના ધામમાં જાશું ને ત્યાં ગુરુદેવ આપણને સિદ્ધભગવાન દેખાડશે.
પરમ સત્યતત્ત્વની ગંભીરતા અને ભારતની અત્યારની પરિસ્થિતિ જોઈને ગુરુદેવ
કોઈ કોઈવાર કહે છે કે–બાપુ, આ કોઈ સાધારણ વાત નથી, આ તો સર્વજ્ઞ પરમાત્મા