Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૪૯ :
કહાનગુરુ જિનરથના સારથિ હતા. અનેક વૈભવસમ્પન્ન એ રથયાત્રાને નીહાળીને
લાખો લોકો આશ્ચર્ય પામતા, રાજસ્થાની–ગુજરાતી–મુલતાની સૌ ભક્તો, એકબીજાની
સાથે ઉમંગથી જિનભક્તિ કરતા હતા. દસદસ દિવસના કરફ્યુની વેદનામાંથી છૂટેલી
જયપુરનગરી આ અદ્ભુત રથયાત્રા દેખીને આનંદથી પ્રફુલ્લિત બની હતી. રથયાત્રાની
પૂર્ણતા થતાં અઢાર હાથીઓએ સૂંઢ ઊંચી કરીને સલામી આપી, કે બરાબર તે જ વખતે
કુદરતની અમીવૃષ્ટિરૂપે આકાશમાંથી ઝરમર છાંટણા વરસ્યા. અદ્ભુત હતો જયપુરનો
એ પ્રભાવશાળી ઉત્સવ, –અને એથીયે વધુ રોમાંચકારી આનંદનો પ્રસંગ હજી બીજે
દિવસે બનવાનો છે. –ક્યાં? એ તો હમણાં આપ આ અંકમાં જ વાંચશો.
* * * * *
ફાગણ સુદ છઠ્ઠના રોજ જયપુરથી સમ્મેદશિખરજીના યાત્રાસંઘનું ૪૦૦ યાત્રિકો
સહિત પ્રસ્થાન થયું. મહાવીરજીની પ્રશાંતમૂર્તિના દર્શન કર્યાં, અને ફાગણ સુદ સાતમે
આવ્યા–બયાના શહેર.
બયાનાશહેરમાં સીમંધર ભગવાનના દર્શનથી ગુરુદેવને અપૂર્વ ઉલ્લાસ
અને ગુરુમુખથી પૂર્વભવનું આનંદકારી વર્ણન
બયાના શહેરમાં સીમંધરભગવાનના પ્રાચીન પ્રતિમાજી (સં. ૧પ૦૭ ના)
બિરાજે છે; પ્રતિમાજી પરના શિલાલેખમાં લખ્યું છે કે– ‘पूर्व्व विदेहके तीर्थकर्ता श्री
जीवन्तस्वामी श्री सीमंधरस्वामी.’ એ વિદેહીનાથના દર્શનથી ગુરુદેવને અલૌકિક
ઊર્મિઓ જાગી, એમની સાથેના પૂર્વભવના સંબંધના સ્મરણો તાજા થયા ને પ્રવચન
વખતે અત્યંત આનંદભર્યા વાતાવરણમાં એ વાત ગુરુદેવે પ્રસિદ્ધ કરી. મંગલપ્રવચનમાં
ગુરુદેવે કહ્યું કે–અત્યારે સીમંધર ભગવાન પૂર્વવિદેહમાં તીર્થંકરપણે વિચરે છે. બે હજાર
વર્ષ પહેલાં જેમની વાણી સાંભળીને કુંદકુંદાચાર્યદેવે શાસ્ત્રો રચ્યાં તે જ સીમંધર
ભગવાન અત્યારે પણ બિરાજી રહ્યા છે. અમારે સોનગઢમાં પણ સીમંધર ભગવાનની
સ્થાપના છે, અહીં સીમંધર ભગવાનના પ૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમાના દર્શનથી હમકો
બડા પ્રમોદ આવ્યા.
આ સીમંધરભગવાન હમારા પ્રભુ હૈ, હમારા દેવ હૈ, તેમનો અમારા ઉપર મહાન
ઉપકાર છે. આ પહેલાંના ભવમાં અમે તે ભગવાન પાસે હતા, પણ અમારી ભૂલના
કારણે અહીં ભારતમાં આવ્યા છીએ, કુંદકુંદાચાર્યદેવ અહીંથી સીમંધરપરમાત્મા