Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 80

background image
: ૪૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
હતી. એ જ સમયે કડક કરફ્યુ (ઘર બહાર નીકળવાનો કડક પ્રતિબંધ) આવી પડ્યો,
તોપણ ઉત્સવ તો ચાલુ જ રહ્યો. ચારેકોર ભરી બંદૂક તાકીને લશ્કર ફરતું હોય તેની વચ્ચે
પણ જગતમાં પરમ અહિંસાનો ધ્વજ ફરકાવનાર જિનદેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાતો
હતો. –તે દેખીને આશ્ચર્ય થાય તેવું હતું. મુલતાન નગર (કે જ્યાંંના સાધર્મીઓ ઉપર
પંડિતજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી હતી અને હાલ જે પાકિસ્તાનમાં છે) ત્યાંથી આવીને
અહીં આદર્શનગરમાં રહેતા મુલતાની સાધર્મીભાઈઓની વિનતીથી ગુરુદેવે ત્યાં પ્રવચન
કર્યું હતું ને ટોડરમલ્લજીનો મહિમા કર્યો હતો. આદર્શનગરમાં નવું જિનાલય બે–ત્રણ લાખ
રૂા.ના ખર્ચે સુંદર બંધાયું છે. તેમાં મુલતાનથી સાથે લાવેલાં સેંકડો જિનબિંબ છે, તેનાં
દર્શન કર્યાં. સોનગઢમાં જે દિવસે સીમંધરપ્રભુની પ્રતિષ્ઠા થઈ તે જ દિવસે (ફાગણ સુદ
બીજે) જયપુરમાં પણ સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા થઈ; ટોડરમલ્લજી–સ્મારકભવનનું
ઉદ્ઘાટન થયું; ટોડરમલ્લજી જે જિનમંદિરમાં શાસ્ત્રવાંચન કરતા તે મંદિરમાં બસો વર્ષથી
કલશ–ધ્વજ ચડ્યા ન હતા તે પણ આજે જ ગુરુદેવના સુહસ્તે મંગલસ્વસ્તિકપૂર્વક ચડ્યા;
અને ત્યાં જ હજારો માણસોની સભામાં ‘મોક્ષમાર્ગ’ એક જ છે, બે નથી’ –એ વિષય ઉપર
મોક્ષમાર્ગપ્રકાશકમાંથી ગુરુદેવે પ્રવચન કર્યું. અહા, કરફ્યુના બંધનમાં પડેલી જયપુરનગરી
આજ કંઈક મુક્તિની હવા માણતી હતી. ટોડરમલ્લ–સ્મારકભવનનો વિસ્તાર ૬પ૦૦૦
ચોરસફૂટ કરતાં વધુ છે; ને તેના એક કમરામાં સીમંધરભગવાનનું ચૈત્યાલય છે. શેઠ શ્રી
શાંતિપ્રસાદજી શાહુની અધ્યક્ષતામાં ટોડરમલ્લ–દ્વિશતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન શેઠ શ્રી
નવનીતલાલભાઈએ કર્યું. ને ગુરુદેવે ‘મંગલમય મંગલકરણ વીતરાગવિજ્ઞાન’ એના ઉપર
મંગલપ્રવચન કરીને વીતરાગવિજ્ઞાનનો મહિમા સમજાવ્યો. ટોડરમલ્લજી–ગ્રંથમાળાના
પ્રથમ પુષ્પરૂપે મોક્ષમાર્ગપ્રકાશકની ૧૧૦૦૦ પ્રત પ્રકાશિત થઈ. જયપુર ઉત્સવ દરમિયાન
ગુરુદેવ ખાનિયાજી તથા પદ્મપુરીના જિનમંદિરોનાં દર્શન કરવા ગયા હતા. સાંગાનેરનાં
પ્રાચીન જિનાલયોનાં પણ દર્શન કર્યાં. સુંદરતાને લીધે દેશ–વિદેશમાં પ્રસિદ્ધ એવી આ
જયપુરનગરીને ખરું ગૌરવ તો અહીંના કેટલાય જિનાલયો તથા ટોડરમલ્લજી વગેરે અનેક
વિદ્વાનોએ જ આપ્યું છે. ટોડરમલ્લજીના જીવન ઉપર બાળકોનું સુંદર નાટક, તેમ જ
સીતાજીના વનવાસ તથા અગ્નિપરીક્ષાનું પણ સુંદર નાટક થયું હતું. અને, જયપુર ઉત્સવના
અંતિમ દિવસે ફાગણ સુદ પાંચમે મહાવીરપાર્કના પ્રવચનમાં દસેક હજાર માણસો હતા. એ
દ્રશ્યો દેખીને વિદ્વાનો પણ આશ્ચર્ય પામતા. પછી જયપુરના ઈતિહાસમાં કદાચ અભૂતપૂર્વ
એવી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી; જેમાં ૧૮ હાથી હતા,