Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 80

background image
: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૪૭ :
આંકડિયાથી અમરેલી–બરવાળા–ઉમરાળા ત્રણે ગામોથી પસાર થઈને રાણપુર
તથા અમદાવાદ થઈને હિંમતનગર આવ્યા. અહીં મહાવીરનગર સોસાયટીમાં સવાલાખ
રૂા. ના ખર્ચે નવું દિ. જિનમંદિર બંધાયેલ છે. અત્યંત ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ભવ્ય
પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ થયો. હેલિકોપ્ટર–વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ પણ થઈ. આ
પ્રસંગે પચીસેક હજાર માણસોનો આનંદમેળો થયો હતો. મૂળનાયક મહાવીરપ્રભુ અને
ઉપર ખડ્ગાસન શાંતિનાથપ્રભુના પ્રતિમાજીથી જિનમંદિર ખુબ શોભે છે.
હિંમતનગર મહોત્સવ પછી અમદાવાદ થઈ, વચ્ચે એક ટંક સોનગઢમાં વિસામો
લઈ ગુરુદેવ ભાવનગર પધાર્યા. ગુરુદેવે ૩૯ વર્ષ પહેલાં (સં. ૧૯૮૬ માં) ચંપાબેનને
પહેલવહેલા અહીં ભાવનગરમાં જોયેલા; ને ‘આ બેનનો આત્મા કોઈ અલૌકિક છે’
એમ તેમને જોતાં જ થયેલું, પૂ. ચંપાબેન તો તે વખતે ૧૬–૧૭ વર્ષના જ હતા. આવા
અનેક સંસ્મરણો ગુરુદેવે ભાવનગરમાં તાજા કર્યાં હતા. ત્યાંથી અમદાવાદ, હિંમતનગર
થઈને આબુ પહોંચ્યા; પછી શિરોહી, શિવગંજ અને પાલી આવ્યા. પાલી હીરાચંદજી
મહારાજનું ગામ હોવાથી અનેક પ્રસંગો યાદ કરતા. દીક્ષા પછી એકવાર તેમણે કહેલું કે
‘કાનજી! અમે તારી પાસે કામ કરાવવા તને દીક્ષા નથી આપી, પણ તું જૈનશાસનનો
થાંભલો થા–એ માટે દીક્ષા આપી છે.’ એ દીક્ષા તો ભલે દીક્ષાને ઠેકાણે રહી, પણ
‘જૈનશાસનનો થાંભલો’ થવાની આગાહી તદ્ન સાચી પડી.
પાલી પછી સોજત, કિસનગઢ, કુચામન થઈને વછરાજજી શેઠના લાડનૂ ગામે
આવ્યા. અહીં વીસેકલાખ રૂા. ના ખર્ચે તૈયાર થયેલા સુખદેવ–આશ્રમમાં પ્રવેશતાં જ
વિશાળ ચોકમાં ઊભેલા બાહુબલિભગવાન, માનસ્તંભ, અને અંદર જિનમંદિરમાં
સુવર્ણબિંબ જેવા ઝગમગતા અતિ ભાવવાહી આદિનાથ ભગવાન, આજુબાજુ ભરત–
બાહુબલી, કલામય તોરણદ્વાર વગેરેનાં દર્શનથી આનંદ થાય છે. આ ઉપરાંત
જમીનમાંથી નીકળેલાં બીજાં પ્રાચીન મંદિરો પણ દર્શનીય છે. આ લાડનૂશહેરમાં ૨૭
વખત તો પંચકલ્યાણક ઉત્સવો થયેલા છે. લાડનૂ પછી સીકર થઈને તા. ૬–૩–૬૭ ના
રોજ જયપુરશહેરમાં પ્રવેશ કર્યો.
જયપુરનો પ્રભાવશાળી ઉત્સવ
અહીં પાંચેક લાખ રૂા. ના ખર્ચે શેઠ શ્રી પૂરણચંદજી ગોદિકાએ ટોડરમલ્લ–સ્મારક
ભવન બંધાવેલ છે તેનું ઉદ્ઘાટન, તેમાં જિનબિંબની વેદીપ્રતિષ્ઠા, પં. ટોડરમલ્લજીનો
દ્વિશતાબ્દી ઉત્સવ વગેરે પ્રસંગો હતા. ઉત્સવ માટે ખુબ ઉલ્લાસ ને મોટી તૈયારીઓ