: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫૧ :
એકેએક યાત્રિક બીજું બધું ભૂલીને સીમંધરનાથની ચર્ચામાં મશગૂલ હતા. બયાના
નગરમાં જ્યાં જુઓ ત્યાં ગુરુદેવના આજના હર્ષોદ્ગારનું વાતાવરણ દેખાતું હતું.
જયપુરના ભવ્ય ઉત્સવ પછી તરત આવો મહાન આનંદકારી પ્રસંગ બન્યો–એ ખરેખર
સીમંધર ભગવાનના પ્રતાપે ભરતક્ષેત્રમાં મહાન ધર્મવૃદ્ધિ થવાનું સૂચવે છે.
જય હો જીવંતસ્વામી સીમંધરનાથનો......
જય હો સીમંધરનંદન ગુરુદેવનો........
જય હો વિદેહથી પધારેલા સન્તોનો.....
* * * * *
આમ ઘણા જ પ્રમોદપૂર્વક ગુરુદેવે સીમંધરપ્રભુના ચરણસાન્નિધ્યમાં હૃદયના
ભાવો ખોલ્યા. શ્રોતાજનોના હર્ષનો આજે પાર ન હતો. બયાનાની આવી આનંદકારી
યાત્રાની તો કોઈને કલ્પનાય ન હતી. બયાના શહેર જાણે આજ સીમંધરનગર બની
ગયું હતું. આજના આનંદકારી પ્રસંગની જ ચર્ચા ગુરુદેવ વારંવાર કરતા હતા. હજી પણ
હૃદયના ઘણા ઘણા ભાવો ખોલવાનું ગુરુદેવનું મન હતું. પ્રસન્નચિત્તે ફરીફરી તેમણે
કહ્યું–કોઈ લોકો કહે છે કે તમે સીમંધરપ્રભુની પ્રતિમા કેમ પધરાવી? પણ ભાઈ, પ્રતિમા
તો ૨૪ તીર્થંકરની તેમ જ વિદ્યમાન તીર્થંકરોની પણ હોય છે. અહીં પાંચસો વર્ષ પહેલાં
સીમંધરપ્રભુની સ્થાપના થઈ છે–એ જ એનો મોટો પુરાવો છે; ને પ્રતિમા ઉપર
સીમંધરપ્રભુનો લેખ અત્યંત સ્પષ્ટ છે. તેમને जीवन्तस्वामी એટલે કે વિદ્યમાન તીર્થંકર
કહ્યા છે. તેમના દર્શન કરવાનો વિચાર હતો, તે આજે સફળ થયો; ને ભગવાનની
સમીપમાં આ વાત પ્રસિદ્ધ કરી, તે મંગળ છે.
અહીં તો સીમંધર ભગવાનની સ્થાપના છે; ને મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધર
પરમાત્મા અત્યારે બિરાજે છે. આ ચંપાબેનને ૪ ભવનું જ્ઞાન છે. પૂર્વ ભવમાં અમે ચાર
જીવો ભગવાન પાસે હતા, તે તેમના જ્ઞાનમાં સ્પષ્ટ ભાસ્યું છે; બીજું ભવિષ્યનુંં પણ
ઘણું છે, આત્મજ્ઞાન ઉપરાંત તેમને તો ચાર ભવનું જ્ઞાન છે. ત્રીસ વર્ષે આજે અહીં
સીમંધરભગવાનની સાક્ષીમાં એ વાત જાહેર કરું છું. પૂર્વભવમાં આ બે બેનો તથા મારો
આત્મા (ગુરુદેવનો આત્મા–રાજકુમાર તરીકે) ત્યાં ભગવાનની સમીપમાં હતા. ત્યાંથી
અમે ચાર જીવો આ ભરતક્ષેત્રમાં આવ્યા છીએ. અહીં ભગવાનની સમીપમાં આજે
સમાજમાં આ વાત હું જાહેર કરું છું.