Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 80

background image
: ૫૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
ગુરુદેવના શ્રીમુખથી વારંવાર આવી આનંદકારી જાહેરાત સાંભળતા ભક્તોને
ઘણો જ હર્ષ થતો હતો. આમ તો ગુરુદેવ ઘણા ભક્તોને અવારનવાર એ વાત કરતા,
પણ ભરસભા વચ્ચે, આટલી પ્રસન્નતાપૂર્વક અને સીમંધર ભગવાનની સાક્ષીમાં ગુરુદેવે
આજે જે પ્રસિદ્ધિ કરી તે ખાસ નવીનતા હતી. ને શ્રોતાજનો એ સાંભળી ધન્યતા
અનુભવતા હતા. વાહ! આજની યાત્રા સફળ થઈ. ગુરુદેવ પણ અહીંના પ્રસંગને ફરી
ફરી સેંકડોવાર આનંદથી યાદ કરે છે. ને વિદેહના સાધર્મીઓ પણ આ વાત જાણીને
આનંદિત થતા હશે.
જાણે વિદેહક્ષેત્રની યાત્રા કરતા હોય એવા ઉમંગથી આ બયાનાની યાત્રા કરીને
ગુરુદેવે આ સીમંધર ભગવાનને સારા ભારતમાં પ્રસિદ્ધ કરી દીધા. એટલું જ નહિ, એ
સીમંધર ભગવાન સાથેના પૂર્વભવના સંબંધને પણ આનંદપૂર્વક પ્રસિદ્ધ કરીને મહાન
મંગલ કર્યું.
સીમંધર ભગવાનનો જય હો!
બપોરે પણ ફરીફરીને સીમંધરનાથનું અવલોકન કરવા ગુરુદેવ પધાર્યા હતા;
વારંવાર સૂક્ષ્મતાથી અવલોકન કરતાં તેમના અંતરમાં અવનવા ભાવો જાગતા હતા; ને
પૂર્વનાં ઘણા મધુર સ્મરણો તાજાં થતાં હતા. ભક્તોને ત્યારે એમ થતું હતું કે અહીં આ
ભરતક્ષેત્રમાં સં. ૧પ૦૭ માં જ્યારે આ સીમંધરભગવાન સ્થપાતા હશે ત્યારે ગુરુદેવ
અને પૂ. બેનશ્રી–બેન વગેરે આત્માઓ તો વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધરનાથને સેવતા
હશે! એ વખતે બયાનામાં કોને કલ્પના હશે કે પ૧૬ વર્ષ પછી સાક્ષાત્ સીમંધર
ભગવાન પાસેના ભક્તો અહીં આવીને આ સીમંધરનાથનાં દર્શન–પૂજન કરશે! બપોરે
ભક્તોને ભાવના જાગી કે ગુરુદેવ સાથે અહીં આવ્યા છીએ તો ચાલો, ભગવાનનો
અભિષેક પણ કરીએ ને ગુરુદેવ પાસે પણ અભિષેક કરાવીએ. ઉત્સાહથી અભિષેક
માટેની ઉછામણી થઈ, ને ગુરુદેવે સ્વહસ્તે ભાવભીના ચિત્તે પોતાના વહાલા નાથનો
અભિષેક કર્યો. ગુરુદેવના હસ્તે સીમંધરનાથના અભિષેકનું દ્રશ્ય દેખીને યાત્રિકસંઘમાં
તેમજ બયાનાની જનતામાં હર્ષપૂર્વક જયજયકાર છવાઈ ગયો. અને સીમંધરનાથની આ
યાત્રાની ખુશાલીમાં કુલ રૂા. પપપપ (પાંચ હજાર પાંચસો પંચાવન) જિનમંદિર
(બયાના) ને અર્પણ કરવામાં આવ્યા. બપોરના પ્રવચનમાં પણ ગુરુદેવે વારંવાર પ્રમોદ
વ્યક્ત કર્યો હતો. પ્રવચનનું સ્થાન બરાબર સીમંધર ભગવાનની સન્મુખ નિકટમાં જ
હતું. તેથી ગુરુદેવને વિશેષ ભાવો ઉલ્લસતા હતા. (એ પ્રવચન માટે જુઓ આત્મધર્મ