: જેઠ : ૨૪૯પ આત્મધર્મ : ૫૩ :
અંક ૨૮૨) આજે દિવસ પણ ફાગણ સુદ સાતમ હતો; (દશ વર્ષ પહેલાં આ જ દિવસે
સમ્મેદશિખરજીની યાત્રા કરી હતી, ને અત્યારે પણ તેની જ જાત્રા કરવા જઈ રહ્યા
હતા.) પ્રવચન પછી ફરી સીમંધરપ્રભુના દર્શન કરીને બયાનાથી પ્રસ્થાન કર્યું.
સમ્મેદશિખર–યાત્રા કરીને સોનગઢ તરફ
બયાના પછી ફિરોઝાબાદ, જસવંતનગર, ઈટાવા, કાનપુર, અલ્લાહાબાદ
(પ્રયાગ) થઈને ફાગણ સુદ ૧૧ ના રોજ બનારસ (કાશી) પહોંચ્યા. ચાર પ્રભુના
જન્મધામની યાત્રા કરી, પછી ડાલમિઆનગર થઈને સમ્મેદશિખર પહોંચ્યા, ને ફાગણ
સુદ પૂનમે આનંદપૂર્વક એ સિદ્ધિધામની યાત્રા કરી. છેલ્લી પારસટૂંકે ગુરુદેવે સ્તવન
ગવડાવ્યું ને ‘સમ્મેદશિખરજીકી જય હો....જય હો’ એવા હસ્તાક્ષર કરી આપ્યા.
ત્યારપછી ગિરડીહ, ઋજુવાલિકા (બરાકર) નદી, ઈસરી–આશ્રમ પાવાપુર, રાજગૃહી–
વિપુલાચલ, નાલંદા, કુંડલપુર, કોડરમા, ઝૂમરીતલૈયા, હજારીબાગ થઈને રાંચી આવ્યા.
અહીં બ્ર. કોકિલાબેન અને તેમના પરિવારે તથા અન્ય મુમુક્ષુઓએ વિશેષ ઉત્સાહથી
લાભ લીધો. ફાગણ વદ દસમે રાંચીથી પ્રસ્થાન કર્યું, ને ધનબાદ આસનસોલ, ચિન્સુરા
થઈને કલકત્તા પહોંચ્યા. કલકત્તામાં ત્રણ દિવસ રહી ધનબાદ અને ઈસરી બબ્બે દિવસ
રહ્યા. થાકને કારણે તબિયત જરા અસ્વસ્થ હોવાથી સિદ્ધિ ધામની મધુરી છાયામાં
(ઈસરીમાં) વિશ્રામ લીધો. (ગયા, ફત્તેહપુર તથા મૈનપુરના કાર્યક્રમો રદ કરવા
પડ્યા.) ઈસરીથી ટ્રેઈનદ્વારા કલકત્તા, ત્યાંથી વિમાન દ્વારા આગ્રા થઈ ફિરોઝાબાદ
આવ્યા; શેઠશ્રી છદામીલાલજીએ ઉત્સાહથી સ્વાગત કર્યું. ત્યારબાદ બુલન્દશહેર,
ગાઝિયાબાદ અને શહાદરા થઈને દિલ્હી આવ્યા. લાલમંદિરની બાજુના મંડપમાં
પ્રવચનો થતાં હતાં, ભવ્ય રથયાત્રા નીકળી હતી, તથા સમન્તભદ્રવિધાલયમાં
વિદ્યાનંદજી મહારાજ સાથે મુલાકાત પણ થઈ હતી. પછી મથુરા–સિદ્ધક્ષેત્રની યાત્રા
કરીને, આગ્રામાં મહાવીર–જયંતી કરી. ને જયપુર પધાર્યા; થાક અને ગરમીના કારણે
અહીં ગુરુદેવે ચાર દિવસ આરામ લીધો. (–આથી અજમેર, ચિત્તોડ, કુણ અને ભીંડરનો
પ્રવાસ રદ કરવો પડ્યો. કુણગામમાં વેદીપ્રતિષ્ઠા થઈ હતી.) જયપુરથી પ્લેનદ્વારા
ઉદયપુર આવ્યા. ૧૨ માઈલ દૂર ડબોક ગામે એક દિવસ આરામ કર્યો. ચૈત્ર વદ પાંચમે
ઉદેપુરમાં પ્રવેશ કર્યો ને નવા જિનાલયમાં વેદીપ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો.
રાણાપ્રતાપની આ રળિયામણી નગરી કુદરતી સૌન્દર્ય અને જૈનધર્મના પ્રાચીન ગૌરવથી
શોભી રહી છે. અહીં એક મંદિરમાં આરસના સમ્મેદશિખરની મોટી રચના