Atmadharma magazine - Ank 308
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 80

background image
: ૫૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
છે. ભવ્ય રથયાત્રા માટે અજમેરથી આવેલા સોનેરી રથમાં સારથિ તરીકે કહાનગુરુ
બેઠા હતા; ઉદેપુરમાં ચંદ્રપ્રભસ્વામી વગેરે ભગવંતોની પ્રતિષ્ઠા કરીને ગુરુદેવે ગુજરાતમાં
પ્રવેશ કર્યો ને બામણવાડા આવ્યા, ત્યાંથી અમદાવાદ થઈને બોટાદ આવ્યા; બોટાદ
શહેરમાં આનંદપૂર્વક ગુરુદેવનો ૭૮મો જન્મોત્સવ ઉજવાયો. વૈશાખ સુદ ત્રીજે રાજકોટ
પધાર્યા ને ત્યાં જૈનશિક્ષણવર્ગ ચાલ્યો. વૈશાખ વદ ૯ ના રોજ પુન: સોનગઢમાં પધાર્યા.
સોનગઢમાં આવતાંવેંત મંગલમાં સ્વાનુભવરસનો મહિમા કરતાં કહ્યું કે સ્વાનુભૂતિમાં
વેદાતો શાંતરસ તે ‘રસેન્દ્ર’ છે, સર્વ રસોમાં તે જ શ્રેષ્ઠ છે. આમ શાંતરસનું અધ્યાત્મ–
ઝરણું સોનગઢ વહેવા લાગ્યું.
(બાકીનો ભાગ આવતા અંકે)
* * * * *
આત્માનો રોગ અને તેની દવા
આત્મભ્રાંતિ સમ રોગ નહિ,
સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ,
ઔષધ વિચાર ધ્યાન.
‘હું કોણ છું’ એની જેને ખબર નથી, પોતે પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો
છે. એવી આત્મભ્રાંતિ તે મોટો રોગ છે, ને તેને લીધે જીવ મહાદુઃખોથી પીડાય છે.
આત્મભ્રાંતિ સમાન બીજો કોઈ રોગ જગતમાં નથી; કેમ કે દેહમાં રોગાદિ થાય તેનું
દુઃખ કાંઈ જીવને નથી, જીવને પોતાના મિથ્યાત્વરોગનું જ મહા દુઃખ છે.
એ રોગ કેમ મટે? –તો કહે છે કે તે માટે હે ભવ્ય! તું જ્ઞાની સદ્ગુરુને
સાચા વૈદ જાણીને તેમનું સેવન કર; સદ્ગુરુની આજ્ઞારૂપ પથ્યનું સેવન કર. ને
ગુરુએ જેવું આત્મસ્વરૂપ બતાવ્યું તેવા સ્વરૂપનો વિચાર અને ધ્યાન કર. –એ જ
આત્મરોગ મટાડવાનું અમોઘ ઔષધ છે. શ્રી ગુરુએ બતાવેલ શુદ્ધાત્મસ્વરૂપ
ઓળખીને તેને ધ્યાવતાં ભ્રાંતિ ટળીને સમ્યક્ત્વ પમાય છે. ને ભવરોગ મટીને
સિદ્ધપદ પ્રગટે છે.