આ ગામમાં ૭૮મી જન્મજયંતીનો મહોત્સવ ઉજવાયો. વીંછીયાનું જિનમંદિર એટલે
સોનગઢના જૂના જિનમંદિરની જ પ્રતિકૃતિ. અત્યારે તો સોનગઢનું જિનાલય ૭પ ફૂટ
ઊંચે ધર્મધ્વજ ફરકાવી રહ્યું છે પણ પંદર વર્ષ પહેલાં જે ઘુમ્મટવાળું ૩૭ ફૂંટ ઊંચુ
જિનાલય હતું તે જોવું હોય તો વીંછીયાનું જિનાલય જોઈ લ્યો. વીંછીયામાં જન્મોત્સવ
પછી તરત ગુરુદેવ જન્મધામમાં–ઉમરાળા પધાર્યા.
પાડતા, વગેરે પ્રસંગ ગુરુદેવે કહ્યા. માતા તે માતા! માતાનાં વાત્સલ્યભર્યાં સંભારણાં જ
એવાં હોય છે કે તે યાદ આવતાં પુ૫નું હૈયું રોમાંચ અનુભવે છે. ૪૭ વર્ષ પહેલાં, એટલે
કે ૩૩ વર્ષની વયે (સં. ૧૯૭૮માં) ગુરુદેવને “કારના ભણકારા આ ઉમરાળામાં પણ
આવ્યા હતા; (સૌથી પહેલાં ભણકાર વાંકાનેરના ઉપાશ્રયમાં સં. ૧૯૭૭ માં આવેલા)
થોડા જ વર્ષો પહેલાં સાક્ષાત્ સાંભળેલી એ તીર્થંકરવાણીના બડબડીયાં આત્મામાં
બોલતા હોવાથી ગુરુદેવને એ જિનવાણી–અનુસાર માર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં
ચેન પડતું ન હતું. અંતે જિનવાણી પ્રાપ્ત કરીને જગતમાં તે માર્ગ પ્રસિદ્ધ કર્યો.
જન્મોત્સવ વખતે તો ઉમરાળાનગરી અયોધ્યાની બેનપણી જેવી લાગતી હતી.
જન્મોત્સવ બાદ લીંબડી થઈને ગુરુદેવ વૈશાખ સુદ પૂનમે સોનગઢ પધાર્યા.
ગુરુદેવના ઉદ્ગાર નીકળ્યા કે ‘જ્ઞાનની લીલી વાડીમાં આત્મા આનંદની રમત રમે છે.’
આ ઉદ્ગારની સાથે ૩પ વર્ષ પહેલાંની ‘આત્મચર્ચા’ પણ ગુરુદેવ ઘણા મહિમાપૂર્વક
તાજી કરે છે....અને સાથે સાથે જ્ઞાનીઓનાં વિશિષ્ટ ઉદાહરણપૂર્વક આત્માને શોધવાની
રીત બતાવે છે.
જન્મદિવસ હોવાથી ગુરુદેવે અપાર વાત્સલ્યપૂર્વક કહ્યું કે ‘આ પુસ્તક હું બેનને ભેટ
આપું છું.’–વાહ, કેવો અદ્ભુતપ્રસંગ! ગુરુદેવદ્વારા અપાતી