Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૧૧ :
જિનાગમની ભેટનું એ દ્રશ્ય દેખીને जयधवला નું એ કથન યાદ આવતું હતું કે જેમાં
જિનવચનોને परमानन्द–पाहुड કહેલ છે, કેમકે તેના દ્વારા જિનભગવાને ભવ્યજીવોને
માટે ‘પરમ–આનંદ’ ની ભેટ મોકલી છે. અહા, આવા આનંદને દેનારાને એ આનંદને
લેનારા સન્તોનેે નજરે નીહાળતાં કેવો આનંદ થાય છે! ખરેખર, એ સન્તો આપણને
પણ આનંદના દાતાર છે.
આજે મંગલમુરત તરીકે ગુરુદેવે પ્રવચનસારની પહેલી પાંચ ગાથા વાંચી; તેમાં
પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપ મુક્તિમંડપનાં મંગલવાજાં મુમુક્ષુને અનેરો આનંદ આપતાં
હતા. –જાણે પંચપરમેષ્ઠી ભગવંતો જ સાક્ષાત્ પધાર્યા છે કે શું! ભેદ તોડી,
પંચપરમેષ્ઠીની સાથે જ ભળીને તેમને નમસ્કાર કઈ રીતે કરાય? તે ગુરુદેવ સમજાવતા
હતા....એ વખતના રણકાર હજીપણ આત્મપ્રદેશોમાં ઝણઝણે છે. ધન્ય હતો એ
અવસર!
એકકોર પ્રવચનસારમાં પંચપરમેષ્ઠીની ધૂન, બીજી કોર સમયસાર ઉપર ૧૬મી
વખતનાં પ્રવચનોના પ્રારંભમાં સિદ્ધપદની ધૂન, –જાણે સોનગઢમાં પંચપરમેષ્ઠીનો મોટો
મેળો ભરાયો હોય એવું વાતાવરણ પ્રવચન વખતે વર્તતું હતું. ગુરુદેવ વારંવાર
મહિમાથી કહે છે કે આ શાસ્ત્ર શુદ્ધાત્માનો અનુભવ કરાવીને ભવનો નાશ કરાવનારું
છે; આત્માના અશરીરીભાવને બતાવનારું આ શાસ્ત્ર છે. સાધક કહે છે–અંતરમાં અમે
અમારા ચિદાનંદસ્વભાવ તરફ ઝૂકીને સિદ્ધભગવાનનો સાથ લીધો છે; પરભાવથી હવે
અમે ભિન્ન થયા છીએ, ને સિદ્ધાલયમાં અનંત સિદ્ધભગવંતોની પંક્તિમાં બેસવાના
છીએ.–કેવી નિઃશંક વાણી! કેવા આત્મસ્પર્શી ભાવો! –જાણે દિવ્યધ્વનિની કોઈ
મંગલવીણા વાગતી હોય! અત્યારે જ જાણે કુંદકુંદસ્વામી વિદેહમાંથી આવીને ત્યાંના
અતીન્દ્રિય જ્ઞાન–આનંદનું સ્વરૂપ સમજાવતા હોય! (આરાધકભાવની ઝણઝણાટી
બોલાવતા એ પ્રવચનોનું દોહન જ્યારે આત્મધર્મના અંક નં. ૩૦૦માં ગુરુદેવે વાંચ્યું
ત્યારે તેમણે અતિશય આહ્લાદપૂર્વક પરમપ્રમોદ વ્યક્ત કર્યો હતો.)
સં. ૨૦૨પ ના માગસર માસમાં ઘાટકોપરમાં, મલાડમાં તેમજ ભાવનગરમાં દિ.
જૈન મંદિરનું શિલાન્યાસ થયું. ભાવનગરમાં શિલાન્યાસપ્રસંગે ગુરુદેવ પણ ત્યાં પધાર્યા
હતા. આ જ અરસામાં ગિરનારસિદ્ધક્ષે૫માં માનસ્તંભજીનું શિલાન્યાસ થયું.
અમદાવાદ–રણાસણ–મુંબઈ અને મક્ષીજીના મંગલ મહોત્સવ
સં. ૨૦૨પ માં અમદાવાદ––રણાસણ તથા મુંબઈ (મલાડ તથા ઘાટકોપર) ના