: ૧૬ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
પોતાની આત્મજિજ્ઞાસાનું બળ વધારતો જ રહે છે; અને પરમવૈભવથી ભરપૂર જે
પોતાનું શુદ્ધસ્વરૂપ તેનો મહિમા કરી કરીને અંતે તેમાં અંતર્મુખ થઈને પોતાનું સ્વકાર્ય
સાધે છે. આ રીતે આપણે પણ જીવનમાં વધુ ને વધુ વૈરાગ્યથી, વધુ ને વધુ આત્મરસથી
ગુરુચરણમાં નિરંતર ઉદ્યમ વડે આત્મહિતનું સ્વકાર્ય સાધીએ–એ જ ભાવના.
અહો, જીવનમાં આવી આત્મહિતની ઉત્તમ પ્રેરણાઓ આપનારા
કહાનગુરુ જેવા જે સન્તરત્નો આપણને મળ્યા છે તેમના
અનંત ઉપકારના સ્મરણપૂર્વક નમસ્કાર હો.
जय जिनेन्द्र
તમે જાણો છો?
* કહો જોઈએ આપણા હિમાલય પર્વતની ઊંચાઈ કેટલી?
–પાંચ કે છ માઈલ જેટલી.
* અને શાશ્વત જિનમંદિરોથી શોભિત મેરુ પર્વતની ઊંચાઈ
કેટલી? શું હિમાલયથી બમણી હશે?
–ના ના; હિમાલયથી તો આઠ કરોડ ગણી એની
ઊંચાઈ છે. હિમાલયની પાંચ છ માઈલ, તો મેરુની પચાસ
કરોડ માઈલ! જૈનવૈભવથી ભરપૂર મેરુ તે માનવલોકની
મહાન શોભા છે....તીર્થંકરના અભિષેકને લીધે તે જગપૂજ્ય
તીર્થં છે.
* સ્વર્ગ ક્યાં આવ્યું તે ખબર છે?
–જ્યાં હિમાલયની ટોચ છે ત્યાં પહેલા સ્વર્ગનું તળીયું છે, બંને
વચે મા૫ એક વાળ જેટલું અંતર છે.
જેટલે ઊંચે સુધી મેરુ છે ત્યાં સુધી મધ્યલોક છે; પછી પહેલાં
સ્વર્ગથી શરૂ કરીને ઠેઠ સિદ્ધાલય સુધીના લોકને ઊર્ધ્વલોક
કહેવાય છે.