Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
તો ચક્રવર્તી પદ પણ સારૂં નથી. માટે બંધુઓ! ધર્મના સંસ્કાર એ જ આપણી સાચી
અને મહાન મૂડી છે, માટે તેનો અભ્યાસ જરૂર કરજો.
(આ લેખમાં નેહરુજીનાં અવતરણો “ફૂલછાબ્યમાંથી સાભાર લીધા છે.)
છેલ્લા ૫ણચાર માસથી પૂ. ગુરુદેવ સાથેના પ્રવાસને કારણે તેમજ બીજા
કામકાજને કારણે બાલવિભાગ આપી શકાયો ન હતો. હવે વ્યવસ્થિત આપીશું,
તે માટે તમારા લેખો–પ્રશ્નો વગેરે ખુશીથી લખી મોકલાવજો. (બ્ર. હરિલાલ
જૈન, સોનગઢ સૌરાષ્ટ્ર એ સરનામે મોકલવું.) ગુરુદેવ સાથેના પ્રવાસમાં
ગામેગામ બાલવિભાગના કેટલાય સભ્યબંધુઓને મળીને આનંદ
થયો.....બાળકોમાં ધર્મનો કેવો ઉત્સાહ ને થનગણાટ ભર્યો છે તે પણ ઠેરઠર
જોવા મળ્‌યું; તેમને યોગ્ય દોરવણી અને પ્રોત્સાહન આપવામાં આવે તો કેટલું
સુંદર કાર્ય કરી શકે તે પણ અનેક પ્રસંગોમાં જોવા મળ્‌યું. બાળકોમાં ખૂબ જાગૃતી
આવી ગઈ છે. ખામી હોય તો એક જ છે કે બાળકો માટેના સારા સાહિત્યનો
આપણા સમાજમાં લગભગ અભાવ છે.–એની ખૂબ જરૂર છે. નાનકડા બાલ–
ઝાડવાંને ઊછેરવા હોય તો એને ધાર્મિક સાહિત્યરૂપી પાણી પીવડાવો.
जय जिनेन्द्र
સિદ્ધાંતનું સર્વસ્વ : રત્ન૫ય
एतत्समयसर्वस्वं मुक्तेश्चेतन्निबन्धनम्।
हितमेतद्धि जीवानामेतदेवाग्रिमं पदम् ।। २२ ।।
આ રત્ન૫ય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ મુક્તિનું કારણ
છે; જીવોનું હિત તે જ છે અને પ્રધાન પદ તે જ છે.
ये याता यान्ति यास्यन्ति यमिन; पदमव्ययम्।
समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम् ।। २३ ।।
ખરેખર આ રત્ન૫યને અખંડિત–પરિપૂર્ણ–આરાધીને જ
સંયમી મુનિઓ આજસુધી પૂર્વકાળમાં મોક્ષ ગયા છે, વર્તમાનમાં
જાય છે તથા ભવિષ્યમાં જશે.