Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 44

background image
: ૩૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
जय जिनेन्द्र
વડાપ્રધાન કરતાં આપણાં બાળકો વધુ ભાગ્યશાળી છે
બંધુઓ, આ વાત વાંચીને કદાચ તમને આશ્ચર્ય થશે. પરંતુ પંદર–પંદર વર્ષ સુધી
ભારત જેવા અધ્યાત્મપ્રધાન મહાન દેશનું વડાપ્રધાન પદ ભોગવનારા લાડીલા નેતા
જવાહરલાલ નહેરુજીને જીવનભર અધ્યાત્મના જે સંસ્કાર નહોતા મળ્‌યા, તે
અધ્યાત્મસંસ્કાર આપણા બાળકોને પારણામાંથી જ મળે છે. બાળવિભાગનું નાનું બચ્ચું
પણ જાણે છે કે ‘હું જીવ છું.....હું આત્મા છું....’ હું છું આત્મા......’ એ આત્મગીત હજારો
બાળકો આજે ઘરે ઘરે ગાય છે.
જ્યારે શ્રી જવાહરલાલ નહેરુ એક જગ્યાએ લખે છે કે–“આત્મા જેવી કોઈ
વસ્તુ છે કે કેમ, અને મૃત્યુ પછી જીવન છે કે કેમ–એની મને ખબર નથી....્ય એટલે,
આત્માના અસ્તિત્વનો પણ નિર્ણય તેઓ કરી ન શક્યા. ત્યારે ધાર્મિકસંસ્કાર ધરાવતું
આપણું નાનું બાળક પણ બેધડક કહેશે કે–આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ; છે
ભોકતા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.’
બીજા એક ઠેકાણે જવાહરલાલજી લખે છે કે“મેં સંતો અને મહાત્માઓ વિષે
સાંભળ્‌યું છે પરંતુ એમને મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને તેમના અસ્તિત્વ
અંગે મને શંકા છે.્ય –ત્યારે આજે આપણને તો કેવા મજાના સંતો–ધર્માત્માઓ સાક્ષાત્
મળ્‌યા છે–ને આપણને કેવો સરસ આત્મા દેખાડી રહ્યા છે!
તમે જ કહો જોઈએ–કોણ ભાગ્યશાળી? જવાહરલાલ નહેરુ કે આપણે?
બંધુઓ, જીવનની સાચી મૂડી તો આત્મિક સંસ્કાર છે. નાનપણથી જ આત્મામાં
ધર્મના સંસ્કાર રેડવા જેવા છે. આપણા આત્માની અને દેશની ખરી ઉન્નતિ તેમાં જ છે.
સ્તુતિમાં પણ આવે છે કે ધર્મ સહિતની ગરીબી તો સારી છે, પરંતુ ધર્મ વગરનું