Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 44

background image
: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
બંધુઓ, ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ! તમે જૈનસિદ્ધાંતનો નિઃશંકપણે અભ્યાસ
કરજો. વિદેહક્ષે૫ જેવા મહાન દેશો–કે જેને આપણા સંતોએ પ્રત્યક્ષ જોયેલ છે–અને જ્યાં
સીમંધરાદિ ભગવંતો બિરાજે છે–તેના અસ્તિત્વની પણ જેને ખબર નથી, એવા આજના
વિજ્ઞાનીઓ મા૫ કાચની આંખ વડે પૃથ્વીનું (જંબુદ્વીપનું) કે સૂર્ય–ચંદ્ર વગેરેનું ખરૂં
સ્વરૂપ સમજી શકવાના નથી. આપણા વીતરાગી–વિજ્ઞાનીઓએ સમ્યક્જ્ઞાનના
દિવ્યદૂરબીન વડે જોયેલી વસ્તુસ્થિતિ સદાય સત્ય જ રહેશે. અતીન્દ્રિયજ્ઞાનના દૂરબીન
પાસે કાચના દૂરબીન સાચા નહીં પડે ઈન્દ્રિયજ્ઞાન પદેપદે છેતરાશે, અતીન્દ્રિય જ્ઞાન કદી
નહીં છેતરાય.
જય હોય અતીન્દ્રિયજ્ઞાનનો
(બ્ર હ. જૈન)
* તું એક છો *
પરપદાર્થો અનંતા, આ આત્મા એક; અરે આત્મા! તું એક છો. એક એવો તું
પરનો કર્તા થવા જઈશ તો અનંતા પદાર્થોમાંથી કેટલાનું કરવા જઈશ? તું કરી તો નહિ
શકે કોઈનું, –કરવાની મિથ્યાબુદ્ધિથી તને અનંત આકુળતા થશે. તે અનંત આકુળતાના
અનંત દુઃખથી આત્માને છોડાવવાનો ઉપાય એટલો જ છે કે તારા ઉપયોગસ્વરૂપ એક
આત્માને એકપણે જ રાખ.....પરનો કર્તા થવાની ખોટી મહેનત ન કર. તારા ચૈતન્ય
ઉપયોગમાં બીજાને ઘૂસાડવાની વ્યર્થ મહેનત ન કર. તારી મહેનત નકામી જશે ને તું
દુઃખી થઈશ. ઉપયોગને ઉપયોગસ્વરૂપે જ તું અનુભવ્યા કર, તેમાં પરમ શાંતિ છે.
તું કર્તા નહિ થા તોપણ જગતના સમસ્ત પદાર્થોનું કાર્ય તો થયા જ કરવાનું છે.
તું કર્તાપણાની મિથ્યાબુદ્ધિ છોડી દઈશ તેથી કાંઈ જગતના કોઈ પદાર્થનું કામ અટકી
જવાનું નથી. હા, અટકી જશે મા૫ તારી આત્મભ્રાંતિ! અને થશે તને આત્મશાંતિ. માટે
આત્મશાંતિને હણનારી એવી આત્મભ્રાંતિને છોડ.....ને આત્મશાંતિદાતાર એવું ભેદજ્ઞાન
કરીને ઉપયોગસ્વરૂપ એક આત્મામાં જ તારી બુદ્ધિ જોડ.
સંતો વારંવાર કહે છે કે–
હે જીવ! તું એક છો.....તારા એકત્વમાં તારી શોભા છે.