ફરતું ચંદ્રનું એક ચક્કર ૪૮ કલાકે પુરું થાય છે, નહિ કે ૨૪ કલાકે. ચંદ્ર એક
નથી પણ બે છે, અને બંને ચંદ્રો સામસામી દિશામાં રહીને જંબુદ્વીપને ચક્કર
લગાવી રહ્યા છે. એક પૂરા ચક્કરમાં તેને લગભગ ૧, ૨૦, ૦૦૦, ૦૦૦૦ (એક
અબજ ઉપરાંત) માઈલની મુસાફરી થાય છે.
તેમાં તેને ઐરવતક્ષે૫ વિદેહક્ષે૫, લવણસમુદ્ર વગેરે પણ વચ્ચે આવે, એટલે તે
પણ આ પૃથ્વીની જેમ દેખાવા જોઈએ, પરંતુ અવકાશયા૫ીઓ એવું કાંઈ
દેખ્યાનો ઉલ્લેખ કરતા નથી. આ બધું સ્પષ્ટપણે એમ સિદ્ધ કરે છે કે રોકેટનું ચંદ્ર
તરફ જવાનું કે ચંદ્રભૂમિ પર ઉતરવાનું જે કહેવામાં આવે છે તે મા૫ કલ્પના
અને ભ્રમ છે ભલે, રોકેટ લાખો માઈલ દૂર જતું હશે–એ સાચું હોય, પણ ચંદ્ર
ઉપર પહોંચવાની વાત તો કલ્પિત પ્રચાર જ છે. એમ તો વિદ્યાધરો વિમાન દ્વારા
સૂર્ય ચંદ્રથી પણ કેટલાય કરોડો માઈલ દૂર અને ઊંચે જતા હતા; એવી ઋદ્ધિઓ
પણ હતી કે અહીં બેઠાબેઠા હાથ લાંબો કરીને સૂર્ય–ચંદ્રને સ્પર્શી શકે. સૂર્ય–ચંદ્ર
અને પૃથ્વી વગેરે સંબંધમાં આધુનિક વિજ્ઞાનની ગણતરી ભૂલ ભરેલી છે. તેઓ
કલ્પે છે એવી કે એવડી જ પૃથ્વી નથી, પૃથ્વી એનાથી તો ઘણી–ઘણી મોટી છે.
ભાગ ઉપર ઊતરીને, અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા’ એમ તે અવકાશયા૫ીઓ
સમજી લેશે. છાપાઓમાં અવકાશયા૫ાને લગતા જે ફોટા–ચિ૫ો પ્રસિદ્ધ કરવામાં
આવે છે તે તો કલ્પનાથી ચિતરેલા હોય છે–એમ સ્પષ્ટ દેખાય છે. બાકી તો
રશિયા ને અમેરિકા બંને રાષ્ટ્રો એકબીજાથી પોતાની અધિકતા સ્થાપવા તે
સંબંધી મોટી મોટી વાતનો પ્રચાર કરતા હોય છે. જે પૃથ્વી પર આપણે રહીએ
છીએ તેનો રંગ કેવો દેખાય છે તે બાબત પણ વૈજ્ઞાનિકો હજી નિર્ણય કરી શક્યા
નથી. દરેક અવકાશયા૫ીઓનું વર્ણન એકબીજાથી જુદા પ્રકારનું હોય છે. પૃથ્વી
પોતાની ધરી ઉપર ફરે છે–એમ ઘણા વૈજ્ઞાનિકો માને છે, પરંતુ કોઈ
અવકાશયા૫ીએ આકાશમાંથી પૃથ્વીને ફરતી જોઈ નથી. (પૃથ્વી ગોળ છે અને
ફરે છે તે માન્યતાનો કેટલાક મોટા વિજ્ઞાનીઓ પણ અસ્વીકાર કરે છે.)