: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
જય હો અતીન્દ્રિયજ્ઞાનનો (સંપાદકીય)
કાચનું દૂરબીન ખોટું પડશે; અતીન્દ્રિયજ્ઞાનનું દૂરબીન ખોટું નહીં પડે
* ચંદ્ર ઉપર વસ્તી છે.?
હા; ત્યાં જ્યોતિષીદેવો વસે છે.
* ચંદ્રલોકમાં જઈ શકાય?
હા; જે જીવોએ જિનભક્તિ વગેરે શુભભાવ કર્યા હોય અને આત્માનું ભાન કર્યું
ન હોય–એવા મિથ્યાદ્રષ્ટિજીવો મરીને ચંદ્રલોકમાં પણ ઊપજે છે.
* એવા જીવોને અહીંથી ચંદ્રલોકમાં પહોંચતા કેટલો વખત લાગે?
એક કે બે સમય; એટલે એક સેકંડના કરોડ–અબજના ભાગથી પણ ઓછા
વખતમાં તે ચંદ્રલોકમાં પહોંચી જાય. અહીંના મોટા રાજા–મહારાજા–શહેનશાહ
કરતાં પણ ત્યાં વિશેષ વૈભવ છે.
* મનુષ્ય ચંદ્રલોકમાં જઈને રહી શકે?
ના; કદી નહીં.
* આવતા જુલાઈ માસમાં તો અમેરિકાના માણસો ચંદ્રલોકમાં ઉતરવાના છે?
તે ફક્ત કલ્પના છે; તેઓ ચંદ્રલોકમાં ઊતરી શકવાના નથી જ.
* તેઓ ગયા માસમાં ‘અપોલો ૧૦’ ની અવકાશયા૫ા વખતે ચંદ્રથી મા૫ નવ
માઈલ જ દૂર રહ્યા હતા–તે ખરૂં?
તે વાત સાચી નથી. તેમણે મશીન દ્વારા અંતરનું જે માપ કર્યું છે તેમાં ક્યાંક
મોટી ભૂલ છે. તેમના કથન પ્રમાણે તેમણે પૃથ્વીથી ચંદ્ર તરફનું બે કે ૫ણ લાખ
માઈલનું જ અંતર કાપ્યું હતું, એટલે હજી તો તેમને ચંદ્ર લાખો માઈલ દૂર રહ્યો,
કેમકે સિદ્ધાંત અનુસાર ચંદ્ર (જ્યારે સૌથી નજીક હોય ત્યારે પણ) આપણાથી
લગભગ ચાલીસ લાખ માઈલથી વધુ દૂર છે, ને તેની ગતિની ઝડપ દર કલાકે
અઢીકરોડ માઈલ જેટલી છે.
* ચંદ્ર સંબંધમાં એક બીજી વિશેષતા એ છે કે જે ચંદ્રને આજે (એટલે ધારો કે
રવિવારે) રા૫ે આપણે જોઈએ છીએ, બીજે દિવસે સોમવારે રા૫ે આપણે તે જ
ચંદ્રને નથી દેખતા, પણ બીજા જ ચંદ્રને દેખીએ છીએ. રવિવારે દેખેલો ચંદ્ર તો