Atmadharma magazine - Ank 308a
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 44

background image
: ૩૦ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
‘સહજ’ નો અર્થ એવો નથી કે આત્માના પ્રયત્ન વગર;–પરંતુ રાગાદિ ઉપાધિ
વગરનો ભાવ તેનું નામ સહજ છે.
* જ્ઞાનીદ્રષ્ટ ભાવોની જાણકારી આત્મરમણતામાં કંઈ ઉપયોગી થાય ખરી?
–જરૂર; જ્ઞાનીએ જે આત્મભાવો જોયા છે, અથવા સ્વ–પરને જે રીતે ભિન્ન જોયા
છે તે રીતે જાણકારી કરીને ઓળખતાં આત્મજ્ઞાન થાય છે ને આત્મરમણતા પણ
પ્રગટે છે. અરિહંતનું વાસ્તવિકસ્વરૂપ જે ઓળખે તેને પોતાનો શુદ્ધાત્મા
ઓળખાય ને સમ્યગ્દર્શન થાય–એ વાત જિનાગમમાં પ્રસિદ્ધ છે.
એક વાત લક્ષમાં રાખવા જેવી છે કે, આત્મા જડની ક્રિયાઓ કરે કે જડની
ક્રિયાઓ આત્માના ધર્મમાં કંઈ કરે–એવું તો જ્ઞાનીઓએ દેખ્યું નથી; છતાં જે
એમ માને તેણે ‘જ્ઞાનીદ્રષ્ટ ભાવને’ જાણ્યા નથી, જ્ઞાનીદ્રષ્ટ ભાવોથી વિપરીત તે
માને છે. જ્ઞાનીઓએ તો જડ–ચેતનના ભાવોને સર્વથા ભિન્નભિન્ન દેખ્યા છે તે
ભિન્ન ભાવો ને એકબીજા સાથે કર્તાકર્મપણું હોતું નથી.
* વડોદરાથી રમેશભાઈ કે. જૈન લખે છે–
‘સમસ્ત ભારતવર્ષમાં મોક્ષલક્ષી જૈનધર્મની સુવાસ ફેલાવતા માસિક
આત્મધર્મના બગીચામાં દાખલ થઈ જવા એક પુષ્પ (કાવ્યરૂપે) મોકલું છું.’
ગુરુદેવનાં ગુણગાનનું ભાવવાહી કાવ્ય મળ્‌યું છે, તેનો યોગ્ય ઉપયોગ કરીશું.
* વઢવાણથી ભાઈશ્રી રસિકલાલ ધરમશી લખે છે–આત્મધર્મ દ્વારા અમને
ગુરુદેવની પ્રસાદી પહોંચાડી રહ્યા છો તે પ્રશંસનીય છે. ગુરુદેવની વાણી અને
પ્રભાવના અલૌકિક છે. તેમણે આજની ઉછરતી પેઢીને સત્નો રાહ દેખાડીને
ભૌતિકવાદના અવનવા આકર્ષણોમાંથી મુક્ત કરી છે.
* મુંબઈમાં રત્નચિંતામણિ–જન્મોત્સવમાં દ્રશ્યોં નજરે નીહાળીને ગુરુદેવ પ્રત્યે
પોતાનો પ્રમોદ વ્યક્ત કરતાં ભાઈશ્રી મુલચંદભાઈ તલાટી લખે છે કે–સાધકની
દ્રષ્ટિમાં અણમોલ અને અવિનશ્વર એવી આત્મિક સિદ્ધિની જ પ્રધાનતા હોય છે;
આ જીવે એની અનાદિથી અવગણના કરી છે; સ્વસિદ્ધિ અને નિધિને ભૂલીને
અનિત્ય બાહ્ય રિદ્ધિના ભ્રમમાં ભરમાયો છે. જીવે ખરેખર નિરંતર સ્વસિદ્ધિ
અને નિધિનું સમ્યક્શ્રદ્ધાન્ અને જ્ઞાન કરવું એ જ મા૫ એક જ આત્મનિધિ
અને સિદ્ધિને પ્રાપ્ત કરવાનો સમ્યક્માર્ગ છે. –જે માર્ગ ગુરુદેવ આપણને દેખાડી
રહ્યા છે.