: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
જિજ્ઞાસુઓને પ્રિય એવો આ વિભાગ છેલ્લા કેટલાક
વખતથી આપી શક્યા ન હતા; તે આ અંકથી ફરી શરૂ થાય
છે. સૌ કોઈ જિજ્ઞાસુઓ આ વિભાગમાં ભાગ લઈ શકે છે.
* મુંબઈથી રમણિકભાઈ પોતાનો પ્રમોદ વ્યક્ત કરતાં લખે છે કે–“આત્મધર્મ અંક
૩૦૭મો મળ્યો. ગુરુદેવના જીવન પરિચય તથા મુંબઈના
રત્નચિંતામણિમહોત્સવનાં દ્રશ્યોથી તથા વૈ. સુ. બીજનાં મંગલપ્રવચનથી અંકને
જે મઢયો છે અને સંકલન કર્યું છે તે ખરેખર અજોડ છે; મુંબઈના મુમુક્ષુજનોની
આત્મસંતોષ ને જ્ઞાનતૃષા તો સંતોષાય છે, પણ આવા અંકથી હિંદુસ્તાનના
મુમુક્ષુજીવોના આત્માઓ હર્ષથી ઊછળી પડે–તેવું પ્રકાશન જોઈ આત્મામાં
આનંદનો પરિચય દેખાય છે.્ય (તા. ૧૭–પ–૬૯)
* આફ્રિકાવાળા શેઠશ્રી ભગવાનજી ભાઈ પૂ. ગુરુદેવના જીવનપરિચયનું પુસ્તક
વાંચીને પોતાનો ખૂબ પ્રમોદ અને અભિનંદન વ્યક્ત કરતાં લખે છે કે–ગુરુદેવના
વીસ વર્ષના પરિચયમાં ઘણા ઉત્તમ પ્રસંગો જોયા છે, તે ઉપરાંત નહિ જોયેલા ને
નહિ જાણેલા ઘણા અવનવા પ્રસંગો વાંચીને આનંદ થયો. આ જીવનપરિચય
લખીને ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે......સત્પુરુષોનાં ચારિ૫ોનું વર્ણન આર્શ્ચય પમાડે
છે. આવું સત્ સાહિત્ય સદા પ્રકાશમાં રહો.
* લાઠીથી ઈન્દુબેન ભાયાણી લખે છે–કે આત્મધર્મ વાંચતા અત્યંત હર્ષ ઊભરાય
છે, ને દુઃખ ભૂલીને ધર્મદ્રષ્ટિએ આત્માવળી જાય છે.
* કવિ દુલા કાગ (પદ્મશ્રી) લખે છે– ‘કળિયુગના ઘોર અંધકારમાં આપે એક
પ્રકાશનું પાનું ઉઘાડયું છે.’
* એક મુમુક્ષુ પૂછે છે–આત્મભાવની રમણતા સાહજિક છે કે પ્રયત્નસાધ્ય?
પ્રયત્નસાધ્ય છે; પણ તે પ્રયત્ન સહજ છે, અર્થાત્ દેહાશ્રિત કે રાગાશ્રિત તે
પ્રયત્ન નથી, પોતાના આત્માશ્રિત તે પ્રયત્ન છે; આ રીતે બીજાની અપેક્ષા
વગરનો હોવાથી તે સહજ છે. આ રીતે આત્મા જ્યારે સ્વસન્મુખ પ્રયત્ન વડે
સહજ ભાવમાં રહે ત્યારે તેને આત્મરમણતા થાય છે, એટલે કે આનંદમય
આત્મઅનુભવ થાય છે.