: ૨૮ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
(૮) જ્યોં સતી અંગ માહીં શૃંગાર,
અતિ કરે પ્યાર જ્યોં નગરનારિ;
જ્યોં ધાવ ચુખાવતિ અન્ય બાલ,
ત્યાં ભોગ કરત નાહીં ખુશાલ.
અથવા જેમ સતીના શરીરનો
શણગાર પરપુરુષ પ્રત્યે રાગ માટે નથી,
જેમ વેશ્યા અતિશય પ્રેમ કરે છે પણ તે
અંતરનો પ્રેમ નથી. અને જેમ ધાવમાતા
બીજાના બાળકને દૂધ પીવડાવે છે પણ
અંતરમાં તે બાળકને પરાયું જાણે છે, –તેમ
સમ્યગ્દ્રષ્ટિ જીવ સંસારના ભોગ ભોગવવા
છતાં તે ભોગમાં તે ખુશી નથી–તેમાં તે
સુખ માનતો નથી, તેનાથી વિરક્ત છે.
(૯) જો ઉદયમોહ ચારિ૫ ભાવ, નહીં
હોત રંચ હૂં ત્યાગ તાવ; તહાં કરે
મન્દ ખોટે કષાય, ઘરમેં ઉદાસ હો
અથિર થાય.
ચારિ૫મોહરૂપ ઉદયભાવને કારણે
રંચમા૫ ત્યાગ થઈ શકતો નથી, પરંતુ તે
ખોટા કષાયભાવોને મંદ કરે છે અને
અસ્થિરપણે ઉદાસ ચિત્તે ઘરમાં રહે છે.
(૧૦) સબકી રક્ષાયુત ન્યાય નીતિ,
જિનશાસન ગુરુકી દ્રઢ પ્રતીતિ;
બહુ રૂલે અર્દ્ધ પુદ્ગલ પ્રમાણ,
શીઘ્ર હી મરત લે પરમ થાન.
બધા જીવોની રક્ષા સહિત ન્યાય
નીતિથી પ્રવર્તે છે, જિનશાસનની અર્થાત્
સર્વજ્ઞભગવાનના ઉપદેશની અને ગુરુની
દ્રઢ પ્રતીતિ કરે છે; સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને
વધુમાં વધુ રુલે તોપણ અર્દ્ધપુદ્ગલ–
પરિવર્તન કાળ સંસારમાં રહે છે. કોઈવાર
સમાધિમરણ કરીને શીઘ્ર પરમ સ્થાનને
પામે છે.
(૧૧) વે ધન્ય જીવ ધન્ય ભાગ્ય સોઈ,
જિનકે ઐસી સુપ્રતીતિ હોઈ;
તિનકી મહિમા હૈ સ્વર્ગ લોઈ,
बुधजन ભાસે મોસે ન હોઈ.
જેને શુદ્ધાત્માની આવી સુપ્રતીતિ
થઈ છે–સમ્યક્ત્વ થયું છે, તે જીવ ધન્ય છે,
તે ધન્યભાગ્ય છે; સ્વર્ગલોકમાં પણ તેની
પ્રશંસા થાય છે, बुधजन જ્ઞાનીજનો તેની
પ્રશંસા કરે છે, પણ (કવિ બુધજન કહે છે
કે) મારાથી તેનું વર્ણન થઈ શકતું નથી.
(પં. બુધજન કૃત છહઢાળમાં ૫ીજી ઢાળ પૂર્ણ)