: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
(૪) માનુષ–સુર–નારક–પશુપર્યાય,
શિશુ–વૃદ્ધ–જવાન–વૃદ્ધ બહુ રૂપ
કહાય; ધનવાન–દરિદ્રી દશા રાય,
યહ તો વિઢમ્બ મુઝે ના સોહાય.
વળી મનુષ્ય–દેવ–નારકી ને પશુ
પર્યાયો, અથવા બાળક–યુવાન–વૃદ્ધ વગેરે
અનેકરૂપ શરીરની અવસ્થાઓ, ધનવાન
કે દરિદ્રીપણું રાજા કે રંકપણું–તે બધું
વિડંબના છે–ઉપાધિ છે, –તે કાંઈ મને પ્રિય
નથી, –મારા શુદ્ધ સ્વરૂપમાં તે કાંઈ
શોભતું નથી.
(પ) સ્પર્શ–ગંધ–રસ–વર્ણ નામ, મેરે
નાહીં મૈં જ્ઞાનધામ; મૈં એકરૂપ
નહીં હોત ઔર, મુઝમેં
પ્રતિબિંબિત સકલ ઠૌર.
સ્પર્શ–રસ–ગંધ–વર્ણ કે નામ તે
મારાં નથી, તે પુદ્ગલનાં છે, હું તો
જ્ઞાનધામ છું, જ્ઞાનનું ઘર છું, હું એકરૂપ છું,
અન્યરૂપ થતો નથી, મારા જ્ઞાનમાં સમસ્ત
પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે.
(૬) તન પુલકિત વર હર્ષિત સદીવ,
જ્યોં ભઈ રંકગ્રહનિધિ અતીવ;
જબ પ્રબલ અપ્રત્યાખ્યાન થાય,
તબ ચિત પરિણતિ ઐસી ઉપાય.
–આવું આત્મજ્ઞાન અને સમ્યક્
શ્રદ્ધાન થતાં જીવો સદાય અતિશય પ્રસન્ન
થાય છે, –આનંદિત થાય છે, ને હર્ષથી
શરીર પણ પુલકિત થઈ જાય છે.–જેમ
રંકના ઘરમાં અખૂટ નિધાન પ્રગટતાં તે
પ્રસન્ન થાય તેમ અંતરમાં નિજનિધાનને
દેખીને તે પ્રસન્ન થાય છે. આવું
સમ્યગ્દર્શન થવા છતાં જ્યાં સુધી
અપ્રખ્યાનની પ્રબળતા છે ત્યાં સુધી તેની
ચિત્તપરિણતિ કેવી હોય છે તે હવે કહે છે.
(૭) સો સુનોં ભવ્ય ચિત્તધાર કાન,
વર્ણત મૈં તાકા વિધિ વિધાન;
શિવ કરેં કાજ ઘરમાહિં વાસ,
જ્યોં ભિન્ન કમલ જલમેં નિવાસ.
હે ભવ્ય જીવો! તમે ચિત્ત દઈને તે
સાંભળો. તે અવિરત–સમ્યગ્દ્રષ્ટિના વિધિ
વિધાનનું હું વર્ણન કરું છું.
સ્વાનુભવબોધનો જેમને લાભ થયો છે
એવા તે જીવો ઘરમાં વસતા હોવા છતાં
શિવકાજ કરે છે અર્થાત્ મોક્ષનો ઉપાય કરે
છે; જેમ જળમાં કમળનો વાસ હોવા છતાં
તે જળથી ભિન્ન છે–અલિપ્ત છે, તેમ
ગૃહવાસમાં રહેવા છતાં ધર્મી તેનાથી
ઉદાસ છે.