: ૨૬ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
પં. બુધજનરચિત છહઢાળા (ત્રીજી ઢાલ)
જેને અનુસરીને પં. દૌલતરામજીએ છહઢાળા રચી છે
તે પં. બુધજનરચિત છહઢાળાની આ ૫ીજી ઢાળ છે–જેમાં
સમ્યક્ત્વનું વર્ણન છે. અગાઉની બે ઢાળ અનુક્રમે
આત્મધર્મ અંક ૩૦૪ તથા ૩૦૬ માં આવી ગઈ છે.
(પદ્ધડી છંદ)
(૧) ઈસવિધિ ભવવનકે માંહિ જીવ,
વશમોહ ગહલ સોતા સદીવ;
ઉપદેશ તથા સહજ હી પ્રબોધ,
તબ જાગો જ્યોં રણ ઉઠત યોધ.
એ પ્રમાણે સંસારરૂપી વનમાં
મોહવશ થયેલો જીવ અચેત થઈને સદા
ઘેરી નિદ્રામાં સૂતો છે. પણ હવે
શ્રીગુરુના ઉપદેશથી કે સહજ
(નિસર્ગથી) તે પ્રતિબુદ્ધ થયો ત્યારે,
જેમ રણમાં મૂર્છિત થયેલ યોદ્ધો ફરીને
જાગે –તેમ મોહનિદ્રા દૂર કરીને જાગ્યો.
(૨) તબ ચિંતત અપને માંહિ આપ, મૈં
ચિદાનંદ નહીં પુણ્ય પાપ; મેરે
નાહીં હૈ રાગભાવ, યે તો
આત્મભાન કરીને જાગ્યો ત્યારે
શું થયું? –કે ત્યારે પોતાના અંતરમાં
પોતાનું સ્વરૂપ એવું ચિંતવવા લાગ્યો કે
હું ચિદાનંદ છું, પુણ્ય કે પાપ હું નથી.
રાગભાવ પણ મારો સ્વભાવ નથી, તે
તો કર્મવશ ઊપજેલો વિભાવ છે.
(૩) મૈં નિત્ય નિરંજન શિવસમાન,
જ્ઞાનવરણી આચ્છાદા જ્ઞાન;
નિશ્ચય શુદ્ધ ઈક વ્યવહાર ભેવ,
ગુણ ગુણી અંગ અંગી અતેવ.
હું સિદ્ધ સમાન નિત્ય–
અવિનાશી છું, નિરંજન છું;
જ્ઞાનાવરણીય કર્મથી મારું જ્ઞાન
આચ્છાદિત થયું છે. નિશ્ચયથી હું શુદ્ધ
એક છું, ગુણ–ગુણી ભેદ કે અંગ–અંગી
ભેદ વગેરે ભેદો વ્યવહારથી છે.