: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
(૩૯) જ્ઞાન શું કરે?
જ્ઞાન રાગાદિને જાણે ખરું પણ કરે નહીં.
(૪૦) જ્ઞાન રાગાદિને કરે તો શું થાય?
તો તે રાગમાં તન્મય થઈ જાય એટલે અજ્ઞાન થઈ જાય.
(૪૧) અજ્ઞાન ક્યારે મટે?
લક્ષણની ભિન્નતા વડે આત્માને રાગથી જુદો જાણે ત્યારે.
(૪૨) ધર્મલબ્ધિનો અવસર ક્યારે કહેવાય?
જ્યારે ભેદજ્ઞાન કરીને સ્વસન્મુખ થાય તે ધર્મલબ્ધિનો અવસર છે.
(૪૩) પુણ્ય–પાપના કર્તૃત્વથી જીવ નિવૃત્ત ક્યારે થાય?
જ્યારે તેનાથી ભિન્ન જ્ઞાનસ્વભાવરૂપે પોતાને અનુભવે ત્યારે.
(૪૪) જીવ પોતાને જ્ઞાનસ્વરૂપે ક્યારે અનુભવે?
જ્યારે પુણ્ય–પાપના કર્તૃત્વને છોડીને અંતરમાં વળે ત્યારે.
(૪પ) પહેલાં કર્તૃત્વ છૂટે, કે પહેલાં જ્ઞાન થાય?
બંને એક સાથે જ થાય છે.
(૪૬) પુણ્ય–પાપ છોડીને આત્માનો અનુભવ થઈ શકે?
હા; અનંતા જીવોએ એવો અનુભવ કર્યો છે; ને અત્યારે પણ થઈ શકે છે.
(વિશેષ આવતા અંકે)
આવો દુર્લભ અવસર પામીને પણ હે જીવ!
જો તેં તારા સ્વજ્ઞેયને ન જાણ્યું ને સ્વાશ્રયે
મોક્ષમાર્ગ ન સાધ્યો તો તારું જીવન વ્યર્થ છે. આ
અવસર જશે તો તું પસ્તાઈશ....માટે જાગ....ને
સ્વહિત સાધવામાં તત્પર થા.