: ૨૪ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
(૨૯) અજ્ઞાની જીવ કોને ભિન્ન નથી દેખતો?
અજ્ઞાની જીવ જ્ઞાનને અને રાગને ભિન્ન નથી દેખતો, તેને એક માને છે.
(૩૦) સંયોગસિદ્ધસંબંધ કોને હોય?
સંયોગસિદ્ધસંબંધ બે જુદી વસ્તુઓ વચ્ચે હોય. આત્માને અને ક્રોધાદિનો
સંયોગસંબંધ છે.
(૩૧) સ્વભાવસિદ્ધસંબંધ (તાદાત્મ્યસિદ્ધસંબંધ) કોને હોય?
ગુણ–ગુણી વચ્ચે (અથવા ધર્મ અને ધર્મી વચ્ચે) એકતારૂપ તાદાત્મ્યસિદ્ધસંબંધ
છે; જ્ઞાન અને આત્માને એકતારૂપ તાદાત્મ્યપણું છે, તેમના વચ્ચે ભેદ નથી,
જુદાઈ નથી, સંયોગ નથી.
(૩૨) મોક્ષનું કારણ શું છે?
જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે.
(૩૩) સંસાર–બંધનનું કારણ શું છે?
જ્ઞાન અને રાગ વચ્ચે કર્તાકર્મબુદ્ધિરૂપ અજ્ઞાન તે સંસારનું કારણ છે.
(૩૪) મહિમાવંત કોણ છે?
રાગથી ભિન્ન ચૈતન્ય સ્વભાવને જાણનારું જ્ઞાન મહિમાવંત છે.
(૩પ) આત્મા શેમાં પ્રકાશે છે?
આત્મા પોતાની જ્ઞાનક્રિયામાં જ પ્રકાશે છે.
(૩૬) ક્રોધાદિ પરભાવોમાં કોણ પ્રકાશે છે?
તેમાં અજ્ઞાન પ્રકાશે છે; અજ્ઞાનથી ક્રોધાદિનું કર્તાપણું છે.
(૩૭) જ્ઞાન અને રાગ તેને કર્તાકર્મપણું છે?
ના.
(૩૮) રાગ અને પરદ્રવ્ય તેને કર્તાકર્મપણું છે?
ના.