: પ્ર. અષાડ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
(૨૦) તે બે કાર્યોના બે કર્તા કોણ–કોણ છે
જ્ઞાનનો કર્તા જ્ઞાની છે; ને ક્રોધનો કર્તા અજ્ઞાની છે.
(૨૧) આવા બે કર્તાને જાણવાથી શું થાય?
જ્ઞાન અને ક્રોધાદિ વચ્ચે ભેદજ્ઞાન થાય.
(૨૨) અજ્ઞાનીને આવું ભેદજ્ઞાન કેમ નથી થતું?
કેમકે તે બે–કર્તા ન માનતાં, એક જ કર્તા માને છે. જ્ઞાન અને ક્રોધ એ બંને
વિરુદ્ધ કાર્યોનો હું એક જ કર્તા છું–એમ અજ્ઞાની માને છે, એટલે તે જ્ઞાનને અને
ક્રોધને બંનેને એક જ માનીને વર્તે છે તેથી તેને ભેદજ્ઞાન થતું નથી.
(૨૩) જ્ઞાનનો મહિમા શું છે?
જ્ઞાનભાવ અને ક્રોધભાવ–એ બંને ભાવોને તદ્ન ભિન્ન જાણી લ્યે છે, અને
ક્રોધનું કર્તૃત્વ છોડીને તેનાથી જુદું પરિણમે છે–તે જ્ઞાન મહિમાવંત છે, તે અત્યંત
ધીર શાંત અને નીરાકુળ છે.
(૨૪) જીવ જ્ઞાની ક્યારે થાય?
જ્યારે જ્ઞાન અને રાગનું અત્યંત ભિન્નપણું જાણીને પોતાને જ્ઞાનપણે જ
અનુભવે ને રાગનું કર્તૃત્વ છોડે, –ત્યારે તે જીવ જ્ઞાની છે.
(૨પ) અજ્ઞાની પરનો કર્તા છે?
ના; અજ્ઞાની પણ ફક્ત પોતાના રાગાદિ ભાવનો જ કર્તા છે.
(૨૬) જ્ઞાની રાગના કર્તા છે?
ના; જ્ઞાની પોતાના જ્ઞાનભાવના જ કર્તા છે; રાગના તે જ્ઞાતા છે, કર્તા નથી.
(૨૭) ધર્મી જીવ કોને ભિન્ન નથી દેખતો?
ધર્મી જીવ જ્ઞાનને અને આત્માને ભિન્ન નથી દેખતો; તેને અભિન્ન દેખે છે.
(૨૮) ધર્મી જીવ કોને ભિન્ન દેખે છે?
ધર્મી જીવ જ્ઞાનને અને ક્રોધાદિને ભિન્ન દેખે છે, તેને એકમેક નથી દેખતો.