: ૨૨ : આત્મધર્મ : પ્ર. અષાડ : ૨૪૯પ
ભેદજ્ઞાન–પુષ્પમાળા
ગુરુદેવને અત્યંત પ્રિય એવું સમયસાર, અને તેમાં પણ
વિશેષ પ્રિય એવો કર્તાકર્મ અધિકાર, તેના પ્રવચનોમાંથી ૮૦
પ્રશ્નોત્તરની આ ભેદજ્ઞાન–પુષ્પમાળા રજુ કરી રહ્યા છીએ.
ગતાંકમાં ૧૩ પ્રશ્નોત્તર પછી આગળ અહીં રજુ થાય છે. (સં.)
(૧૪) જીવને મોક્ષમાર્ગની શરૂઆત ક્યારે થાય?
ભેદજ્ઞાનવડે પોતાના જ્ઞાનસ્વભાવને સમસ્ત રાગાદિ પરભાવોથી જુદો અનુભવે
ત્યારે.
(૧પ) મોક્ષમાર્ગમાં કઈ ક્રિયાનો નિષેધ છે? ને કઈ ક્રિયાનો સ્વીકાર છે?
રાગના કર્તૃત્વરૂપ કરોતિક્રિયાનો મોક્ષમાર્ગમાં નિષેધ છે, ને જ્ઞાનક્રિયાનો
સ્વીકાર છે.
(૧૬) જ્ઞાનક્રિયાનો મોક્ષમાર્ગમાં નિષેધ કેમ નથી?
કેમકે જ્ઞાનક્રિયા તો દ્રવ્ય–ગુણ સાથે અભેદ થાય છે, તેથી તેને છોડી શકાતી
નથી. જ્ઞાનક્રિયા તો સ્વભાવભૂત છે.
(૧૭) ક્રોધાદિભાવ અને જ્ઞાન,–તેના કર્તા કેટલા છે?
તેના બે કર્તા છે, એક જ કર્તા નથી.
(૧૮) બે કર્તા કઈ રીતે છે?
કેમકે કાર્ય બે છે માટે કર્તા પણ બે છે.
(૧૯) બે કાર્ય કયા છે?
એક જ્ઞાનરૂપ કાર્ય ને એક ક્રોધરૂપ કાર્ય–એમ બે કાર્યો ભિન્ન–ભિન્ન છે. અને બે
કાર્યો ભિન્ન હોવાથી તેના બે કર્તા પણ ભિન્ન છે.